વડોદરા નવી કોર્ટમાં વકીલો પર થયેલા પોલીસ લાઠીચાર્જના વિરોધ માં આજે નર્મદા બાર એસોસિયેશને જવાબદાર પોલીસ સામે પગલાં લેવાની માંગ સાથે કોર્ટ કાર્યવાહી થી દૂર રહેવા નો નિર્ણય કર્યો 

0
193

રાજપીપલા: ગતરોજ સોમવારે વડોદરા ખાતે નવી કોર્ટ ની અંદર કાર્યવાહી શરુ થતા વકીલો માટે બેસવાની કોઈ વ્યવસ્થા ન હોવાથી આ માટે રજુઆત કરતા કોર્ટ પ્રિમાઇસિસ ની અંદર પોલીસ બોલાવી ત્યારે ત્યાં મોટી સંખ્યા માં પોલીસ આવી ગયા બાદ વકીલો ઉપર બેરહેમીપૂર્વક રીતે લાઠીચાર્જ કરેલ જેમાં કેટલાક વકીલો ગંભીર રીતે ઘાયલ થયા હતા ત્યારે આ કૃત્ય વખોડવા લાયક કહેવાય જેથી નર્મદા બાર એસોસિયેશનના પ્રમુખ વંદનાબેન ભટ્ટ આ બાબતેની ગંભીર નોંધ લઈ લાગતા વળગતા પોલીસ અધિકારીઓ સામે સખત પગલાં લેવાની માંગ સાથે આજે કોર્ટ કાર્યવાહી થી દૂર રહી ન્યાય ની માંગ કરી હતી તેમ વંદનાબેન ભટ્ટે  જણાવ્યું હતું .

રિપોર્ટર – નર્મદા ,ભરત શાહ

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY