રાજપીપલા નગરપાલિકા દ્વારા વારંવાર રખડતા ઢોર પાંજરે પૂરવાની કામગીરી, હવે ૫૦૦ રૂપિયા દંડ લેવાશે

0
82

રાજપીપલા:
રાજપીપલામાં વારંવાર આખલા નો આતંક થવાથી ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે, પાલિકા દ્વારા છાસવારે ઢોરો ને પકડી ડબ્બે પૂરવાની કામગીરી પણ કરાય છે પરંતુ ઢોર ડબ્બે થી ઢોરોને દંડ ભરી છોડાવ્યા બાદ ફરી આ ઢોર માર્ગો પર રખડતા જોવા મળે છે. ત્યારે એમ લાગે છે કે ઢોર ના બદલે ઢોરના માલિકો ને સુધરવાની જરૂર જણાય છે, જોકે છાશવારે આમ રોડ પાર છુટા મુકાયેલા જાનવરો થી શહેરમાં ગંદકી ની સાથે સાથે લોકો ને અડફેટમાં લેવાનો ખતરો પણ છે છતાં આ પરિસ્થિતિ નો હજુ કોઈ નક્કર ઉકેલ જણતો નથી માટે આ બાબતે કડક કાયદો બનાવી પાલિકા દ્વારા ઢોરાને પાંજરે પુરવણી સાથે ૫૦૦ રૂપિયા નો દંડ પણ વસુલવામાં આવશે. જે પ્રજાના રક્ષણ માટે સાબિત થસે કે નહીં તે જોવું રહ્યું.

રિપોર્ટર – નર્મદા ,ભરત શાહ

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY