મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ ચાલશે બીજેપીની ચાલ,થીમ તૈયાર કરી

0
48

ભોપાલ,તા.૧૭
પાંચ રાજ્યોની વિધાનસભાની અંતિમ તબક્કાની ચૂંટણીમાં કોંગ્રેસ એક પ્રયોગ કરવાની તૈયારી કરી રહી છે. કોંગ્રેસ મધ્ય પ્રદેશમાં રણનીતિ બદલતા તે ફોર્મ્યૂલાને લાગૂ કરવાની તૈયારી કરી રહી છે, જેમાં બીજેપીએ ૨૦૧૭માં ઉત્તર પ્રદેશને ચૂંટણીમાં લાગૂ કરી હતી. પાર્ટીએ ચૂંટણી માટે એક થીમ તૈયાર કરી છે, જેને આવતા સપ્તાહમાં મતદાતાઓને તેમની તરફ આકર્ષવા માટે લોન્ચ કરી શકે છે. બીજેપીએ પણ પાછલી ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં આવો જ એક સોંગ લોન્ચ કર્યો હતો.
કોંગ્રેસની ચૂંટણી અભિયાન સાથે જાડાયેલ એક સીનિયર નેતાએ જણાવ્યું કે, આ સોંગ વોટર્સમાં વિશ્વાસ જગાડવા માટે તૈયાર કરવામા આવ્યો છે. આ સોંગ તે બધા લોકો માટે છે, જે કોંગ્રેસને વોટ આપવા માંગે છે. આ સોંગ સ્થાનીય રેડિયો ચેનલ અને સ્થાનિક રેલીઓમાં ચલાવવામા આવશે.
આ રણનીતિ આનાથી પહેલા ૨૦૧૭માં ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં બીજેપીએ અપનાવી હતી. બીજેપીએ ‘આ રહી છે ભાજપા સરકાર’ સોંગ લોન્ચ કર્યો હતો. આ સોંગ બાદ બીજેપીને ફાયદો થયો અને પોતાના વોટ ભેગા કરવામા મદદ મળી હતી. મધ્ય પ્રદેશમાં ૧૮ નવેમ્બરે એક ફેજમાં ૨૩૦ સીટો પર ચૂંટણી થવાની છે. એમપીમાં એક કોંગ્રેસના નેતાએ કહ્યું કે, બીજેપીનું ચૂંટણી અભિયાનમાં ૩૦૦ કરોડ રૂપિયા ખર્ચ પ્રતિ મહિના છે. તેના સામે અમારો ખર્ચ ૧૦ ટકા જ છે. તેથી સ્વભાવિક મીડિયા અને જમીન પર તેઓ લોકો વધારે દેખાઈ રહ્યાં છે.
કોંગ્રેસ આવનાર વીકમાં કેટલાક પોસ્ટર્સ પણ લોન્ચ કરવાની છે, જેમાં તેઓ ચૂંટણી અભિયાનના ખર્ચને લઈને બીજેપી પર હુમલો કરશે. આમા મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને પણ ટાર્ગેટ કરવામા આવશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY