વડોદરા,તા.૨૦
વડોદરા શહેર નજીક ખાનપુર પાસે કારમાં આગ લાગતા વડોદરાના જાણીતા બિલ્ડર યુવાનનું મોત નીપજ્યું છે. પોલીસે ઘટના સ્થળે દોડી જઇને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરા શહેર નજીક ખાનપુર ગામ પાસેથી આજે સવારે ૧૧ વાગ્યાની આસપાસ વડોદરાના જાણીતા બિલ્ડર મિહિર પંચાલ તેમની લક્ઝુરીયસ કાર ફોર્ડ એન્ડેવર લઇને પસાર થઇ રહ્યા હતા. આ સમયે તેમની કારમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી. તેઓએ સીટ બેલ્ટ બાધ્યો હોવાથી કારમાંથી નીકળી શકિયા ન હતા. અને કારમાં જ બળીને ભડથું થઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. અને પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમને જાણ કરી હતી. ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. પરંતું બિલ્ડર મિહિર પંચાલ આગમાં બળીને ભડથું થઇ ગયો હતો.
પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી દીધો હતો. અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




