મુસ્લિમોની સ્થિતિનો અહેવાલ આપનાર ન્યાયાધીશ રાજિન્દર સચ્ચરનું નિધન

0
165

ન્યુ દિલ્હી,તા.૨૦
દિલ્હી હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રાજિન્દર સચ્ચરનું નિધન થયું છે. જસ્ટિસ સચ્ચર ૯૪ વર્ષના હતા. ભારતમાં મુસ્લિમોની સ્થિતિ પર બનાવવામાં આવેલી જસ્ટિસ સચ્ચર કમિટી ઘણી ચર્ચામાં રહી હતી. જસ્ટિસ સચ્ચરનો જન્મ ૨૨ ડિસેમ્બર-૧૯૨૩માં થયો હતો. તેઓ ઘણાં લાંબા સમયથી બીમાર હતા અને તાજેતરમાં તેમને સારવાર માટે હોસ્પટલમમાં દાખલ કરવામાં આવ્યા હતા. માનવાધિકારોના મામલે જસ્ટિસ સચ્ચરે ઘણું કામ કર્યું હતું.
જસ્ટિસ સચ્ચરે ૧૯૫૨માં વકીલાત શરૂ કરી હતી. આઠમી ડિસેમ્બર-૧૯૬૦ના રોજ તેમણે સુપ્રીમ કોર્ટમાં વકીલાત શરૂ કરી હતી. ૧૨ ફેબ્રુઆરી-૧૯૭૦ના રોજ તેઓ બે વર્ષ માટે દિલ્હી હાઈકોર્ટમાં એડિશનલ જજ બન્યા હતા. ૫ જુલાઈ-૧૯૭૨ના રોજ તેઓ દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ બન્યા હતા.
જસ્ટિસ સચ્ચર દિલ્હી હાઈકોર્ટ સિવાય સિક્કમ, રાજસ્થાન હાઈકોર્ટના કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ રહી ચુક્યા છે. ભારત સરકારે ૯ માર્ચ- ૨૦૦૫ના રોજ દેશના મુસ્લિમોના તથાકથિત સામાજિક, આર્થિક અને શૈક્ષણિક પછાતપણાની સાથે જાડાયેલા મુદ્દાઓની તપાસ માટે એક ઉચ્ચસ્તરીય કમિટી બનાવી હતી. આ કમિટીની અધ્યક્ષતા જસ્ટિસ રાજિન્દર સચ્ચરે કરી હતી. ૩૦ નવેમ્બર, ૨૦૦૬ના રોજ સચ્ચર કમિટીએ ૪૦૩ પૃષ્ઠોનો એક અહેવાલ લોકસભામાં રજૂ કર્યો હતો. આ રિપોર્ટમાં દાવો કરાયો હતો કે ભારતીય મુસ્લિમોની સ્થિતિ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કરતા પણ વધુ ખરાબ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY