મુંબઈ,તા.૯
બાહુબલિ ફેમ પ્રભાસ અને શ્રદ્ધા કપૂરને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ સાહોના ઇન્ટરવલ સિક્વન્સ પાછળ ૩૦ કરોડ રૂપિયા જેવો મબલખ ખર્ચ કરવામાં આવશે એવીજાણકારી મળી હતી.
આ ફિલ્મના અબુ ધાબીમાં લેવાયેલા એક્શન શોટ્સ પાછળ ૯૦ કરોડ ખર્ચાયા હતા એ સમાચાર અમે આ સ્થળેથી તમને આપી ગયા હતા. હવે એવી જાહેરાત કરવામાં આવી હતી કે આ ફિલ્મના ઇન્ટરવલ સિક્વન્સ દ્વારા દર્શકોને આંચકો આફવા માટે ૩૦ કરોડનો ખર્ચ કરવામાં આવશે.
આ ઇન્ટરવલ સિક્વન્સનું શૂટિંગ હૈદરાબાદના રામોજી રાવ સ્ટુડિયોમાં કરવાની ફિલ્મ સર્જકોની યોજના છે. હોલિવૂડના ટોચના એક્શન ડાયરેક્ટર કેની બેટ્સે આ ફિલ્મના એક્શન શોટ્સ તૈયાર કર્યા છે. ઇન્ટરવલ સિક્વન્સ વિશે હાલ કશી માહિતી જાહેર કરવામાં આવી નથી કે ફિલ્મ સર્જક શું કરવાના છે. પરંતુ કરોડોના ખર્ચે આ શોટ તૈયાર થશે એવા સમાચારે પણ સારી એવી ઉત્કંઠા જગાડી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



