ભરૂચ તાલુકાના નબીપુર પોલીસ મથકની હદમાં આવેલ કડોદ ગામ ખાતે રહેતા એક યુવકે બે ઝાડની વચ્ચે દોરડાં વડે ફાંસો ખાઈ લેતાં તેણે તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પીટલ ખાતે લાવવામાં આવ્યો હતો.

બનાવની મળતી માહિતી મુજબ કડોદ ગામના રહેવાસી રાકેશ રાવજી વસાવા ઉમર વર્ષ,૨૮ નાઓએ કોઈ અગમ્ય કારણો સર તેના ઘરની બહાર આવેલ બે ઝાડ વચ્ચે કપડાં સુકાવવાની દોરી વડે ગાળિયો બનાવી ગળે ફાંસો ખાઈ લીધો હતો.
જે અંગેની જાણ તેના પરિવારજનો થતા તેના પિતાએ ચપ્પુ વડે દોરડું કાપી નાખીને રાકેશ વસાવાને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પીટલ ખાતે લાવવામાં આવ્યો હતો.તેની હાલત ગંભીર જણાતા તેને વધુ સારવાર અર્થે વડોદરા લઈ જવામાં આવ્યો હતો.બનાવ સંદર્ભે નબીપુર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે.
ધનંજય ઝવેરી:-9978406923
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"








