ઝઘડીયા તાલુકાના ગોવાલી ગામે આવેલ સ્વર રેસીડન્સી સોસાયટીમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી ભરૂચ એલસીબી

0
18

ભરૂચ જીલ્લા ના પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓની સુચના મુજબ ભરૂચ એલ.સી.બી ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર જે.એન.ઝાલા નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી ના પોલીસ સબ ઇન્સ. વાય.જી.ગઢવી તથા ટીમના પોલીસ માણસો મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા સારૂ અંક્લેશ્વર વિસ્તારમા પેટ્રોલીંગ મા હતા દરમ્યાન એલ.સી.બી ના પો.કો.નરેશભાઇ ગલાબભાઇ તથા પો.કો.સરફરાજ મહેબુબભાઇ નાઓને મળેલ હકીકત આધારે
બે ઇસમો જેમા (૧) દિપકભાઇ ઉર્ફે દિપો વારીશભાઇ વસાવા રહે- નવા બોરભાઠા,તક્ષશીલા સ્કુલની પાછળ,કબુતર ખાના, તા-અંક્લેશ્વર જી-ભરૂચ મુળ રહે- સુરતી ભાગોળ, ગુજરાત ગેસ ના તળાવ પાસે,અંક્લેશ્વર શહેર જી-ભરૂચ તથા (૨) નરેશભાઇ 5/૦ ભરતભાઇ બચુભાઇ પલાસ રહે-હાલ- સિલ્વર પ્લાઝા શોપીંગ સેન્ટરની બાજુમા ઝુપડપટટી મા પ્રતિન ત્રણ રસ્તા પાસે અંક્લેશ્વર જી-ભરૂચ મુળ રહે- મોટી ખરજ, પલાસ ફળીયુ તા.જી-દાહોદ નાઓને ઓટોરીક્ષા સાથે રોકી તેઓના કબ્જામાંથી સેમસંગ કંપનીના બે ટી.વી તથા ચાંદીની ચાર વીંટી મળી આવેલ જેથી મળી આવેલ મુદ્દામાલ બાબતે પુછપરછ કરતા ગલ્લા-તલ્લા મારી કોઇ સંતોષકારક જવાબ આપેલ નહી પુછપરછ દરમ્યાન ઝઘડીયા તાલુકાના ગોવાલી ગામ નજીક આવેલ સ્વર રેસીડન્સી સોસાયટીમા આવેલ એક મકાન માંથી ચોરી કરી મેળવેલ હોવાની કબુલાત કરેલ જે અંગે ખાત્રી કરતા ઝઘડીયા પો.સ્ટે. મા ગુ.ર.નં- ૦૩/૨૦૧૯ ઇ.પી.કો.ક-૪૫૭,૩૮૦ મુજબ ગુનો નોંધાયેલ હોય જેથી મળી આવેલ સેમસંગ કંપની ના ટી.વી નંગ-૨ તથા ચાંદીની વીંટી નંગ-૦૪ તથા ઓટોરીક્ષા મળી કુલ કી.રૂ.૭૩,૨૦૦/- નો મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કરી ઉપરોક્ત બન્ને ઇસમો તથા મુદ્દામાલ વધુ તપાસ અર્થે ઝઘડીયા પો.સ્ટે.મા સોંપવા કાર્યવાહી કરવામા આવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY