અયોધ્યામાં નહીં તો શું પાકિસ્તાનમાં બનશે રામ મંદિરઃ ગિરિરાજ સિંહ

0
19

બેગૂસરાય,તા.૨૨
અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને લઇને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે એક વખત ફરી મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે રામ મંદિર અયોધ્યામાં નહીં, તો શું પાકિસ્તાન અને મક્કા મદિનામાં બનશે? બેગુસરાયમાં મીડિયા સાથેની વાતચીતમાં કેન્દ્રીય મંત્રી ગિરિરાજે જણાવ્યું કે ભાજપે ક્યારેય નથી કહ્યું કે રામ મંદિર નહીં બને. ધર્મના આધાર પર વર્ષ ૧૯૪૭માં દેશના ભાગલા પડ્યા. આવી સ્થિતિમાં સનાતન ધર્મના લોકોમાં આક્રોશ છે.
તેમણે જણાવ્યું કે સનાતન ધર્મના લોકો ભીખારીઓની જેમ રામ મંદિર માટે કોર્ટ, સાંસદ અને નેતાઓ સમક્ષ કોઇ નિર્ણયની રાહ જાઇને બેઠા છે. એવામાં પણ રામ મંદિર અયોધ્યામાં નહીં, તો શું પાકિસ્તાનમાં બનશે? જા કે આ પહેલી વાર નથી જ્યારે ગિરિરાજ સિંહે રામ મંદિર અને પાકિસ્તાન વિશે નિવદેન આપ્યું હોય. આ પહેલાં તેમણે જણાવ્યું હતું કે રામ મંદિર અયોધ્યામાં શક્્ય તેટલી ઝડપથી બનવું જાઇએ કારણ કે લોકોની ધીરજ હવે ખૂંટવા લાગી છે.
ગિરિરાજ સિંહે જણાવ્યું હતું કે દેશના ૧૦૦ કરોડ લોકોની ઇચ્છા છે કે અયોધ્યામાં રામ મંદિર ઝડપથી બને પરંતુ કોંગ્રેસ પાર્ટીમાં તેમાં અવરોધો ઉભા કરી રહી છે. કેન્દ્રીય મંત્રીએ આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસના પ્રવક્તા અને વકીલ કપિલ સિબ્બલ દર વખતે સુપ્રીમ કોર્ટમાં આ વાત રજૂ કરે છે કે આ કેસની સુનાવણી બંધ થવી જાઇએ.
ગિરિરાજ સિંહે સુપ્રીમ કોર્ટને અપીલ કરી હતી કે તે આ સમગ્ર કેસની વહેલી તકે સુનાવણી કરે અને નિર્ણય સંભળાવે. તેમણે જણાવ્યું હતું કે અયોધ્યામાં મંદિર બનાવવાનો મુદ્દો ૧૦૦ કરોડ લોકોની ઇચ્છા અને શ્રદ્ધા સાથે જાડાયેલો છે. વર્ષોથી લોકો ઇચ્છે છે કે, અયોધ્યામાં રામ મંદિર બને.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY