મીરાબાઈ ચાનુ શ્રેષ્ઠ વેઈટલિફ્ટર : મલ્લેશ્ર્વરી

0
7

ન્યુ દિલ્હી,તા.૧૭
આૅલિમ્પિકની ભૂતપૂર્વ મૅડલિસ્ટ કર્નામ મલ્લેશ્ર્વરીએ મીરાબાઈ ચાનુના વખાણ કરતા આશા વ્યક્ત કરી હતી કે મણિપુરની તે વેઈટલિફ્ટર ૨૦૨૦ના ટોકિયો રમતોત્સવમાં રાષ્ટ્ર વતી સારો દેખાવ કરશે. ચાનુએ ૨૦૧૮ના કોમનવેલ્થ રમતોત્સવમાં ૪૮ કિલોગ્રામની હરીફાઈમાં સુવર્ણચંદ્રક જીત્યો હતો.
મલ્લેશ્ર્વરીએ કહ્યું હતું કે બંને જુદા જુદા વિભાગની વેઈટલિફ્ટર હોવાથી તેની અને ચાનુ વચ્ચે સરખામણી યોગ્ય નથી અને દેખાવના આધારે તે પોતાના વિભાગમાં રાષ્ટ્રમાં શ્રેષ્ઠ છે. ચાનુએ કોમનવેલ્થ રમતોત્સવમાં સારા દેખાવ સાથે ગોલ્ડ મૅડલ જીત્યો હતો અને ૨૪ વર્ષ બાદ તે મલ્લેશ્ર્વરી બાદ વર્લ્ડ ચૅમ્પિયન બની હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY