ન્યુ દિલ્હી,તા.૨૨
એક આરટીઆઈ દ્વારા ખુલાસો થયો છે કે એવો કોઈ રેકોર્ડ નથી કે જે એ સાબિત કરી શકે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાળપણમાં રેલવે પ્લેટફોર્મ કે ટ્રેનોમાં ચા વેચતા હતા. કોંગ્રેસ સમર્થક અને સામાજિક કાર્યકર્તા તહસીન પૂનાવાલાએ આરટીઆઈ હેઠળ રેલવે બોર્ડ પાસે આ જાણકારી માંગી હતી કે શું એવો કોઈ રેકોર્ડ, રજિસ્ટ્રેશન નંબર કે નરેન્દ્ર મોદીને સ્ટેશન કે ટ્રેનમાં ચા વેચવા માટે ઓફિશિયલ પાસ ઉપલબ્ધ છે? આઈએનએસ અનુસાર, આ આરટીઆઈના જવાબમાં રેલ મંત્રાલયે કહ્યું કે, રેલવે બોર્ડના પર્યટન અને ખાનપાન નિદેશાલયની ટીજી III બ્રાંચમાં આવી કોઈ પ્રકારની જાણકારી ઉપલબ્ધ નથી.
મૂળે, નરેન્દ્ર મોદીએ ૨૦૧૪ની લોકસભા ચૂંટણી સમયે પોતાને ચા વાળો કહ્યા હતા. તેઓએ કહ્યું હતું કે નાનપણમાં તેઓ સ્ટેશન પર અને ટ્રેનોમાં ચા વેચતા તા. ચૂંટણી બાદ પણ તેઓ અનેકવાર પોતાને ચાવાળા તરીકે રજૂ કરતા રહ્યા છે. હાલમાં જ પીએમ મોદીએ ટ્વીટ કર્યું હતું, કોંગ્રેસને હજુ પણ આશ્ચર્ય છે કે એક ચાવાળો પીએમ બની ગયો. અને કોંગ્રેસની પીડાનું કારણ એ પણ છે કે ચાર પેઢીઓથી જે એકત્ર કરવામાં આવ્યું હતું, તે પૈસા હવે કેટલાક પરિવારો માટે નહીં પરંતુ જનતાના વિકાસ માટે ખર્ચ થઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, થોડાક દિવસો પહેલા વડાપ્રધાન મોદીના નાનપણ સાથે જાડાયેલી વાતોને લઈને એક ફિલ્મ ‘ચલો જીતે હૈ’ રિલીઝ થઈ હતી. આ ફિલ્મને રાષ્ટ્રપતિ ભવનથી લઈને મોદીના સંસદીય ક્ષેત્ર બનારસના સરકારી વિદ્યાલયોમાં પણ દર્શાવવામાં આવી હતી. ૩૨ મિનિટની આ ફિલ્મમાં એક ‘નારૂ’ નામના બાળકનું પાત્ર છે, જે પોતાની જિંદગીમાં ઘણો સંઘર્ષ કરે છે. ફિલ્મ જાયા બાદ કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોરે કહ્યું હતું કે, આ પીએમ મોદીના બાળપણની ઘટનાઓથી અદભૂત અને પ્રેરિત કરનારી ફિલ્મ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





