સોવન ચેટરજીએ કોલકાતાના મેયર પદેથી રાજીનામું આપ્યું

0
64

કોલકાત્તા,તા.૨૨
તૃણમુલ કોંગ્રસના વરિષ્ઠ નેતા સોવન ચેટરજીએ ગુરુવારે કોલકાતાના મેયર પદેથી રાજીનામું આપી દીધુ છે. ચેટરજીએ તેમનું રાજીનામું કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનના ચેરપર્સન માલા રોયને મેસેજ દ્વારા મોકલ્યું હતું. રોયે એક ઉચ્ચ સ્તરની મિટિંગ બાદ સોવન ચેટરજીનું રાજીનામુ સ્વીકારી લીધું છે.
તેમણે જણાવ્યું હતું કે, સોવન ચેટરજીનું રાજીનામું મેસેજ દ્વારા પ્રાપ્ત થયું હતું, મેં તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે. તૃણમુલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનર્જી સાથે પાર્ટીની કાઉન્સિલરની મિટિંગ યોજાશે ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.
નોંધનીય છે કે, સોવન ચેટરજીએ મંગળવારે હાઉસિંગ અને ફાયર સર્વિસ ડિપાર્ટમેન્ટના પદેથી રાજીનામું આપ્યું હતું. રાજીનામું સ્વીકાર્યા બાદ મમતા બેનર્જીએ તેમને મેયરના પદ પરથી પણ રાજીનામું આપવા જણાવ્યું હતું. તેમનું રાજીનામું રાજ્યના રાજ્યપાલ કેશરી નાથ ત્રીપાઠીને મોકલી દીધું છે.
જ્યાં સુધી નવા મેયરની નિમણૂક કરાતી નથી ત્યાં સુધી કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન ખલીલ અહમદ મેયરનું પદ સંભાળશે અગાઉ સીએમએ સોવન ચેટરીજીની પર્યાવરણ મંત્રી પદેથી હકાલપટ્ટી કરી હતી. તેમના આરોપ છે કે ચેટરજી પોતાની જવાબદારી નિભાવવામાં અસફળ રહ્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY