બિહારમાં ગાર્ડને ગોળી મારી કેશ વાનમાંથી ૫૨ લાખની લૂંટ

0
24

મુઝફ્ફરપુર,તા.૨૨
બિહારના મુઝફ્ફરપુરમાં લૂંટની ચોંકાવનારી ઘટના બની છે. લૂંટારાઓએ એક કેશ વાન પર હુમલો કરીને ૫૨ લાખ રૂપિયા લૂંટી લીધા હતા એટલું જ નહી તેમણે ગાર્ડ પર પણ ગોળી ચલાવી હતી. ધોળેદિવસે બનેલી લૂંટની ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. ઘાયલ ગાર્ડને હોÂસ્પટલમાં દાખલ કરાયો છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
ઘટના જિલ્લાના સરૈયા વિસ્તારમાં બની હતી. પોલીસે જણાવ્યું હતું કે, કેશ વાન મુઝફ્ફરપુકના મિઠનપુર સ્થિત એક્સિસ બેન્કની હતી. કેશ વાન એટીએમમાં કેશ જમા કરવા માટે જઇ રહી હતી. મુઝફ્ફરપુર સરૈયા એનએચ ૭૨૨ પર સરૈયાની પાસે બની રહેલા ટોલ પ્લાઝા સુધી પહોંચી હતી ત્યાંજ પાછળથી એક કારે કેશ વાનને ઓવરટેક કર્યું હતું અન કેશ વાનની આગળ કાર ગોઠવી દીધી હતી.
જેવી ડ્રાઇવરે કારને રોકી ત્યાંજ લૂંટારાઓ ગાડીમાંથી ઉતરીને ગાર્ડને ગોળી મારી દીધી હતી અને વાનમાંથી રૂપિયાથી ભરેલા બોક્સને લૂંટીને ફરાર થઇ ગયા હતા પોલીસને ઘટનાસ્થળ પરથી બે જીવતા કારતૂસ મળી આવ્યા છે. ગાર્ડ બિનોદ સિંહને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેમના માથમાં ગોળી વાગી છે.

(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY