ગવર્નર રોયે ફરી ઝેર ઓક્યું : મુંબઇ હુમલાનાં આંતકીઓએ મુસ્લિમોને નહોતા માર્યા

0
9

ટ્વિટર કર્યા બાદ ગવર્નરે ટ્વિટ ડિલિટ કર્યું
(જી.એન.એસ)શિલોંગ,તા.૨૬
૨૦૦૮ના વર્ષમાં મુંબઇમાં થયેલા આંતકવાદી હુમલાને આજે ૧૦ વર્ષ પુરા થયા. આ સંદર્ભે મેઘાલયનાં ગવર્નર તથાગત રોયે વિવાદાસ્પદ ટ્‌વીટ કર્યુ અને કહ્યુ્ં કે, ૧૦ પાકિસ્તાની આતંકવાદીઓએ દસ વર્ષ પહેલા મુંબઇ પર હુમલો કર્યો હતો અને આ હુમલા વખતે તેમણે મુસ્લિમોને નહોતા માર્યા. જા કે, થોડી જ મિનિટોમાં ગવર્નર તથાગત રોય તેમની ભૂલ સમજાણી અને તેમણે સ્વીકાર્યુ કે, તેમણે અગાઉ ટ્‌વીટ કરીને જે માહિતી આપી હતી તે ખોટી હતી અને આ પછી તેમણે તેમનું ટ્‌વીટ ડિલીટ કરી નાંખ્યુ હતું.
પોતાના ટ્‌વીટ વિશે ખુલાસો કરતા તેમણે લખ્યું કે, “મારી પાસે ખોટી માહિતી હતી કે, મુંબઇ હુમલામાં આંતકવાદીઓએ મુસ્લિમોને નહોતા માર્યા. હકીકતમાં તો, એ હુમલામાં ઘણા બધા મુસ્લિમો માર્યા ગયા હતા. મેં મારુ ટ્‌વીટ ડિલીટ કર્યુ છે”.
જા કે, ગવર્નરે ટ્‌વીટ કરીને જે ખુલાસો કર્યો હતો તે ટ્‌વીટ પણ ડિલીટ કરી નાંખ્યુ અને ફરી ટ્‌વીટ કરીને લખ્યુ કે, “મુંબઇ હુમલા વિશે કરેલા ટ્‌વીટમાં માહિતી દોષ હતો. માફી સાથે એ માહિતી દૂર કરવામાં આવી છે. હવે આ અંગે કોઇ પુછપરછ કરશો નહીં, પ્લીઝ”.
આજે(સોમવારે) મુંબઇ હુમલાની દશમી વરસી છે. દશ વર્ષ પહેલા ૧૦ પાકિસ્તાની આતંકવાદીઓ મુંબઇમાં ઘુસીને ૧૬૬ લોકોને માર્યા હતા. આતંકવાદીઓ સાથેનાં ઘર્ષણ દરમિયાન નવ આંતકવાદીઓનાં મોત નિપજ્યા હતાં. એક આતંકવાદી અજમલ કસાબને જીવતો પકડ્યો હતો અને તેને મોતની સજા મળતા તેને ફાંસી આપવામાં આવી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY