જામનગર,તા.૧૧
ગુજરાતમાં સૌ પ્રથમ જામનગર જિલ્લામાં ડોકટર વિહોણા આરોગ્ય કેન્દ્રમાં ટેલીમેડીસીનથી દર્દીઓની સારવાર થશે. જેમાં ડોક્ટર વગરના આરોગ્ય કેન્દ્વને જ્યાં ડોકટર હોય તે આરોગ્ય કેન્દ્રને કનેકટીવીટીના માધ્યમથી જાડી ટેલીમેડીસીન મશીન દ્વારા ડોક્ટરો દર્દીઓને તપાસ કરી દવા આપશે. જામનગર જિલ્લા પંચાયતે આ પ્રોજેકટ માટે રૂ.૫૦ લાખની ફાળવણી કરી છે.
જિલ્લામાં પ્રારંભિક તબક્કામાં ધુડશીયા સબ સેન્ટરને જામવંથલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાથે જાડી ટેલીમેડીસીન સારવારનું નિદર્શન કરવામાં આવશે. ટેલીમેડીસીન સારવાર સફળ બનતાં ગ્રામ્ય પંથકના દર્દીઓને સારવાર માટે તાલુકા મથકે થતાં ધક્કા અને ખાનગી હોસ્પિટલોમાં ના છૂટકે લેવી પડતી મોંધી સારવારમાંથી મુકિત મળશે. ટેલીમેડીસીન મશીનની વિશેષતા એ છે કે,જે આરોગ્ય કેન્દ્રમાં તબીબ હોય તે કેન્દ્રને સાત જેટલા ડોકટર વિહોણા આરોગ્ય કેન્દ્ર સાથે જાડી શકાય છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




