અમદાવાદ,તા.૨૭
અમદાવાદમાં આવેલા કુબેરનગર અને છારાનગર વિસ્તારમાં ફરી એકવાર પોલીસે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. કેકાડીવાસ અને અન્ય વિસ્તારોમાં દારૂની રેડ કરવામાં આવી. દરોડા કાર્યવાહી દરમિયાન હજારો લીટરથી વધુ વોશનો નાશ કરવામાં આવ્યો. પોલીસની પાંચથી વધુ ટુકડીઓએ આ રેડની કાર્યવાહી હાથ ધરી હતી.
અમદાવાદની કુબેરનગર ચોકીને અડીને આવેલા છારાનગરની ચાલીઓમાં પોલીસ દ્વારા ફરી એક વાર મેગા ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં આ વખતે પણ હજારો લીટર દેશી દારૂનો નાશ કરાયો હતો. અગાઉ પણ અહીં મેગા રેડ પાડવામાં આવી હતી પરંતુ તેમ છતાંય છારાનગરમાં દેશી દારૂની હાટડીઓ ધમધમતી થઇ છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલી કે પોસ્ટિંગ થતાંની સાથે જ આવા પ્રકારની પ્રોહિબિશન ડ્ર્રાઈવના નામે રેડ કરવામાં આવતી હોય છે અને ફરી એક વાર આ જ રીતે આ જ જગ્યાઓ પર રેડ કરવામાં આવી.
પોલીસની પાંચ ટુકડીઓ જેમાં એક ટીમમાં ૩૫ થી ૪૦ જણા સામેલ હતા. પોલીસે આ રેડ દરમિયાન હજારો લીટરથી વધુ દારૂ અને વોશનો નાશ કર્યો
પોલીસની પાંચ ટુકડીઓ જેમાં એક ટીમમાં ૩૫ થી ૪૦ જણા સામેલ હતા. પોલીસે આ રેડ દરમિયાન હજારો લીટરથી વધુ દારૂ અને વોશનો નાશ કર્યો અને ૧૪ જેટલા કેસ કરી ૧૦ આરોપીઓની ધરપકડ કરી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






