ઇન્દ્રોડા પાર્કમાં સિંહો બાદ હવે વાઘ, રીંછ, દિપડા આવશે

0
19

ગાંધીનગર,તા.૨૭
ગીર ફાઉન્ડેશનનાં ઈન્દ્રોડા પાર્ક ગાંધીનગર ખાતે ‘સિંહઘર’ તથા ‘સોવેનિયર’ શોપનું લોકાર્પણ કરતાં મંત્રી વસાવાએ ઉમેર્યુ કે, ગાંધીનગર તથા અમદાવાદ સહિત આસપાસના વિસ્તારના નાગરિકો માટે આજે શુભ ઘડી છે. ગીરના સિંહો જાવા માટે છેક સાસણ નહીં જવું પડે. ઈન્દ્રોડા પાર્ક ખાતે એશિયાઇ સિંહ-સુત્રા તથા સિંહણ-ગ્રીવાની આ જાડી નાગરિકોને જાવા મળશે. રાજ્યના પાટનગરમાં વધારાનું એક ઘરેણ ઉમેરાયુ છે.
વન અને આદિજાતિ મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું છે કે, ગુજરાતના ઘરેણા સમાન એશિયાટિક સિંહોના જતન અને સંવર્ધન માટે રાજ્ય સરકાર સંપૂર્ણ કટિબદ્ધ છે. આવનારા સમયમાં વન્યપ્રાણી જાતો તથા પ્રાકૃતિક સંપદા થકી ગુજરાતને વધુ સમૃદ્ધ બનાવાશે. આવનારા દિવસોમાં આ પ્રકૃતિ ઉદ્યાનમાં વાઘ, રીંછ, દીપડા અને વધુ સિંહો પણ લાવવાનું રાજ્ય સરકારનું આયોજન છે. જેનો પ્રકૃતિપ્રેમીઓ વધુને વધુ લાભ લઈ શકશે. તેમણે કહ્યું કે સિંહોના જતન માટે રાજ્ય સરકારે રૂ.૩૫૦ કરોડનો પ્રોજેક્ટ અમલી બનાવ્યો છે. જે અંતર્ગત રાજ્યમાં નવા પાંચ સફારી પાર્કનું નિર્માણ કરાશે. જે માટે કેન્દ્ર સરકાર દ્વારા તમામ પ્રકારની મંજૂરીઓ મળી ગઈ છે.
વન વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાએ સ્વાગત પ્રવચનમાં કહ્યું કે ઈન્દ્રોડા પાર્ક ખાતે પ્રથમ વખત સિંહનું પદાર્પણ થઈ રહ્યું છે. ૨૫ વર્ષ જૂનો આ પાર્ક છે જેમાં અગાઉ દીપડા હતા પણ સિંહ નહોતા ત્યારે, પ્રકૃતિ પ્રેમીઓની લાગણીને ધ્યાને લઈને મુખ્યમંત્રીશ્રી અને વન મંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ સિંહના દર્શન માટે પ્રવાસીઓ માટે આ સુવિધાઓ ઉપલબ્ધ બનાવાય છે ત્યારે લોકો વધુ ને વધુ લાભ લે તેવી અપીલ પણ કરી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY