પવન મંદ પડતા દક્ષિણ ગુજરાતમાં કાતિલ ઠંડીમાં લોકોને થોડીક રાહત

0
15

નવસારીમાં ૮, વલસાડમાં ૧૧ અને સુરતમાં ૧૪ ડિગ્રી
સુરત, તા.૧
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પવનની ગતિ મંદ પડવાની સાથે તાપમાન યથાવત રહુ છતાં પણ ઠંડીના ચમકારામાં નજીવી રાહત મળી રહી છે. આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થાય તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતીમ ાહિતી મુજબ આજે શહેર અધિકત્તમ તાપમાન ૩૦.૮ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૧૪.૦ ડિગ્રી નોંધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૬૮ ટકા અને હવાનું દબાણ ૧૦૧૭.૨ મીલીબાર નોîધાયું છે. શહેરમાં સવારથી જ ઉત્તર દિશાથી કલાકના ૨ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્ના છે. ગતરોજની સરખામણીએ આજે ન્યુનત્તમ તાપમાનમાં ૧ ડિગ્રીનો વધારો નોîધાયો છે.
નવસારી હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે ન્યુનત્તમ તાપમાન ૮.૨ ડિગ્રી નોંધાયું છે. જે ગતરોજ ૭.૮ ડિગ્રી નોંધાયું હતું. નવસારીમાં તાપમાનમાં નજીવોલ વધારો થયો અને પવનની ગતિ ઘટવા છતાં બેઠી ઠંડીનો અનુભવ થઈ રહ્ના છે.
વલસાડ હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબઆજે સવારે ન્યુનત્તમ તાપમાન ૧૧.૧ ડિગ્રી નોંધાયું છે. જે ગતરોજ ૧૦ ડિગ્રી નોંધાયું હતું. આમ સમગ્ર દક્ષિણ ગુજરાતના તાપમાનમાં નજીવો ઘટાડો થતા ઠંડીથી થોડી રાહત મળી રહી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY