પાકિસ્તાનની માટીમાંથી જ પેદા થાય છે આતંકવાદઃ રાજનાથસિંહ

0
16

પાકિસ્તાનની માટીમાંથી જ પેદા થાય છે આતંકવાદઃ રાજનાથસિંહ
મંડી,તા.૨૮
ગૃહ મંત્રી રાજનાત સિંહે હિમાચલમાં મંડીથી ચૂંટણી શંખનાદ કર્યો છે. રાજનાથ સિંહે કહ્યું કે, મંડીથી હાજર સાંસદ રામસ્વરૂપ જ આગામી લોકસભા ચૂંટણી પ્રત્યાશી છે. રાજનાથ સિંહે પાકિસ્તાનને આડે હાથ લેતા કહ્યું કે, ચીની દૂતાવાસ પર હુમલો થવા પર પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી આની નિંદા કરી રહ્યાં છે. ગૃહ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે પાકિસ્તાનની માટીમાંથી જ આતંકવાદ પેદા થાય છે. જા પાકિસ્તાન ઇમાનદારીથી આતંક મીટાવવા ઇચ્છે તો ભારત સહયોગ આપવા તૈયાર છે.
ગૃહ મંત્રી રાજનાથ સિંહે મંડીમાં કહ્યું કે, છેલ્લાં ચાર વર્ષોમાં નક્સલવાદ ૯૦ જિલ્લાઓમાંથી ખતમ કરીને હવે માત્ર ૮થી ૯ જિલ્લાઓમાં જ રહી ગયેલ છે. નોર્થ ઇસ્ટમાં આતંકવાદ ૮૦થી ૮૫ ટકા ઓછો થયો છે. છેલ્લાં ૩-૪ દિવસોમાં અમારી સેનાઓએ કશ્મીરમાં ૧૮થી ૧૯ આતંકવાદીઓને ઠાર કરી દેવાયાં.
આજે લશ્કર એ તૈયબાનાં કમાન્ડર નવીદ જટને સેનાદળોએ ઠાર કરી દીધાં. ગૃહ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, દેશની સુરક્ષા સાથે કોઇ સમજૂતી નહીં થાય. આતંકવાદીઓને આપણી સેનાએ પણ જડબાતોડ જવાબ આપી રહેલ છે.
ગૃહ મંત્રી રાજનાથ સિંહ પહેલા પન્ના પ્રમુખ સંમેલનમાં મંડીનાં પડ્ડલ મેદાનમાં પહોંચી ચૂકેલા છે. આ પહેલા સીએમ જયરામ ઠાકુરે કાંગણીધાર હૈલીપેડમાં તેઓનું સ્વાગત કર્યું. પ્રદેશ ભાજપ મુખ્યમંત્રી જયરામ ઠાકુરનાં ગૃહ જિલ્લા મંડીથી લોકસભા ચૂંટણીનો શંખનાદ કરવા જઇ રહેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY