પત્રકાર શુજાત બુખારીની હત્યામાં સામેલ લશ્કરનો આતંકી નવીદ જટ્ટ ઠાર

0
21

શ્રીનગર,તા.૨૮
જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાં આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોને વધુ એક સફળતા પ્રાપ્ત થઈ છે. સુરક્ષાદળોએ બડગામ ખાતેની અથડામણમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. સૂત્રો મુજબ અથડામણમાં લશ્કરે તૈયબાનો કમાન્ડર નવીદ જટ પણ ઠાર થયો છે. આતંકવાદી નવીદ જટ પર રાઈજિંગ કશ્મીર અખબારના તંત્રી શુજાત બુખારીની હત્યાનો આરોપ હતો. મહત્વપૂર્ણ છે કે શ્રીનગરમાં ત્રણ બાઈકસવાર આતંકવાદીઓએ પત્રકાર શુજાત બુખારીની ગોળી મારીને હત્યા કરી હતી.
બુખારીની સુરક્ષામાં તેનાત બે સુરક્ષાકર્મીઓઓ પણ હુમલામાં શહીદ થયા હતા. બુખારી પરના હુમલામાં કાશ્મીરની હોસ્પિટલમાંથી ફરાર થયેલો આતંકવાદી નવીદ જટ પણ સામેલ હોવાનું સામે આવ્યું હતું. આ હુમલાની એક તસવીર સામે આવી હતી. જેમાં બાઈક પર બેઠેલો એક આતંકવાદી નવીદ જટ હોવાનું જણાવવામાં આવ્યું હતું.
ગત બે સપ્તાહમાં સુરક્ષાદળોએ વીસ આતંકવાદીઓને ઠાર કર્યા છે. માર્યા ગયેલા આતંકવાદીઓમાં લશ્કરે તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીનના બે ટોચના કમાન્ડરો પણ સામેલ હતા. આ પહેલા મંગળવારે કુલગામ અને ત્રાલની બે અલગ-અલગ અથડામણોમાં સુરક્ષાદળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા.
કાશ્મીર ખીણમાં ૨૦૧૮માં ચલાવવામાં આવેલા ઓપરેશન ઓલઆઉટ હેઠલ ૨૨૬ આતંકવાદીઓને સુરક્ષાદળોએ ઠાર કર્યા છે. જ્યારે ૨૦૧૭માં ઓપરેશન ઓલઆઉટ હેઠળ ૨૧૩ આતંકવાદીઓ ઠાર થયા હતા. એક અહેવાલ મુજબ ૨૦૧૮ના વર્ષમાં ૨૫ નવેમ્બર સુધીમાં સુરક્ષાદળોના ૫૬ જવાનો શહીદ થયા છે. જ્યારે ગત વર્ષે ઓપરેશન ઓલઆઉટ દરમિયાન ૫૯ જવાનો શહીદ થયા હતા.
સૂત્રોનું કહેવું છે કે આ વર્ષે પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ અને આતંકવાદી સંગઠનોએ કાશ્મીરના ૧૭૮ યુવાનોને ગેરમાર્ગે દોરીને પોતાની સાથે સાંકળી લીધા છે. ૨૦૧૭માં ૧૨૮ યુવાનો આતંકી બન્યા છે. જ્યારે ઓક્ટોબરમાં સૌથી વધુ ૩૩ સ્થાનિક યુવાનો આતંકવાદી સંગઠનોમાં સામેલ થયા છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY