સુરત,તા.૪
રાજ્યના મોટા ભાગના શહેરોમાં આડેધડ કરવામાં આવતા દબાણ અને ટ્રાફિકની સમસ્યાના નિકાલ માટે કોર્પોરેશન અને આરટીઓ દ્વારા સંયુક્ત રીતે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તમામ શહેરમાં આડેધડ પાર્કિગ અને ગેરકાયદે દબાણના કારણે રોડ-રસ્તા સાંકડા થઈ ગયા છે, જેને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. જેના પગલે ટ્રાફિક-દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
ત્યારે સુરતમાં કઈંક અલગ જ પરિસ્થિતિ સામે આવી છે. અહીં કોર્પોરેશન અને આરટીઓ અધિકારીઓ વચ્ચે વ્યક્તિગત અહમ જાવા મળ્યો છે. કોર્પેરેશનની દબાણ કામગીરીથી રોષે ભરાયેલા આરટીઓ અધિકારીઓએ કોર્પોરેશન પર તવાઈ બોલાવી છે.
મળતી માહિતી મુજબ, દબાણ હટાવવા અને વાહનો જપ્ત કરવા મુદ્દે સુરત ઇ્ર્ં અને કોર્પોરેશન આમને સામને આવી ગયા છે. વાત કઇંક એમ છે કે, ગઇકાલે rto કચેરી બહાર કોર્પોરેશનની ટીમે દબાણો દુર કર્યા હતા. તો આજે ઇ્ર્ંની ટીમ કોર્પોરેશન ઓફીસ પાસે આવી પહોંચી, અને કોર્પોરેશન બહાર પાર્ક કરાયેલા વાહનો જપ્ત કરવા લાગી. જેથી કોર્પોરેશનના અધિકારીઓ ગુસ્સે ભરાયા, અને એક તબક્કે બનન્નેં આમને સામને આવી ગયા.
કોર્પોરેશનના અધિકારીઓનો આક્ષેપ છે કે, તેમણે ગઇકાલે rto કચેરી બહાર દબાણો દુર કર્યા. જેનો ખાર રાખી આજે ઇ્ર્ં અધિકારીઓ કોર્પોરેશનના વાહનો જપ્ત કરવા પહોંચ્યા. અધિકારીઓની આ બબાલ બાદ તેમની કાર્યવાહીની પારદર્શિતા પર સવાલો ઉભા થઇ રહ્યા છે. સાથે જ એ સવાલ પણ ઉઠી રહ્યો છે કે, શું અધિકારીઓ વ્યક્તિગત અહમને સંતોષવા કામ કરે છે કે પ્રજાના રક્ષણ માટે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



