ન્યુ દિલ્હી,તા.૨૯
કેન્દ્ર સરકારે એક અતિ મહત્વના નિર્ણય પ્રમાણે પેટ્રોલમાં ઇથેનોલના મિશ્રણ માટે હવે બાજરી, જુવાર, મકાઇ અને શાકભાજી-ફળના વેસ્ટેજમાંથી પણ ઇથેનોલ બનાવવાની છૂટ આપી છે. પેટ્રોલિયમ કંપનીઓને ચાલુ વર્ષ માટે ઇથેનોલ ખરીદવા માટે આ મંજૂરી આપી છે. અત્યાર સુધીમાં ભારતમાં માત્ર શેરડીમાંથી જ ઇથેનોલ બનાવવાની છૂટ આપી હતી.
નેશનલ બાયોફયુઅલ કો-ઓર્ડિનેશન કમિટીએ નવી બાયોફયુઅલ ૨૦૧૮ પોલિસીની જાહેરાત કરી છે, જેમાં દેશમાં અનાજ-કઠોળના સરપ્લસ જથ્થામાંથી ઇથેનોલ બનાવવાની છૂટ આપી છે. એમાં હાલના તબક્કે જુવાર, મકાઇ અને બાજરીનો સમાવેશ કરાયો છે. કેન્દ્રીય કૃષિ અને કલ્યાણ મંત્રાલય દ્વારા સરપ્લસ સ્ટોકના અંદાજને પગલે ઇથેનોલ બનાવવા માટે છૂટ આપવામાં આવશે.
કેન્દ્ર સરકારે પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલય, કૃષિ મંત્રાલય દ્વારા સંયુકત રીતે મળીને અનાજમાંથી ઇથેનોલનું કેટલું ઉત્પાદન કરવું એ નક્કી કરવામાં આવશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયને પગલે ખેડૂતોને પણ મોટો ફાયદો થશે અને દેશમાં ક્રુડતેલની આયાત-નિર્ભરતામાં પણ ઘટાડો થશે.
કેન્દ્ર સરકારના આ નિર્ણયને પગલે આગામી દિવસોમાં ઇથેનોલના વપરાશમાં પણ વધારો થશે. તાજેતરમાં સરકારે ઇથેનોલના ભાવમાં વધારો કર્યો હોવાથી અનાથમાંથી પણ ઇથેનોલ બનાવવા માટે ઉત્પાદકો આગળ આવે એવી ધારણા છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"







