રામના નામે પથરો તરીને દિલ્હી જતા રહે છે : નારણ રાઠવા

0
5

છોટાઉદેપુર,તા.૨૩
સંખેડા ખાતે કોંગ્રેસ કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું હતું. જેમાં માજી ધારાસભ્ય બાબરભાઇ તડવીની ઘરવાપસી થઇ તેઓ કોંગ્રેસમાં જોડાયા હતાં. કોંગ્રેસના રાજ્યસભાના સાંસદે એવું નિવેદન આપ્યું હતું કે, ભાજપ પોતાની નિષ્ફળતાને ઢાંકવા માટે કોંગ્રેસના ધારાસભ્યોને લઇ જાય છે. છોટાઉદેપુર લોકસભાના સાંસદ રામસિંહ રાઠવાને રામના નામે તરેલા પથરા ગણાવ્યા હતાં.
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ખાતે કોંગ્રેસ કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં અગાઉ વિધાનસભાની ટિકિટને લઇ મનદુઃખ થતા કોંગ્રેસને રામરામ કરીને ભાજપમાં જાડાયેલા સંખેડાના માજી ધારાસભ્ય બાબરભાઇ તડવીની શનિવારે ઘરવાપસી થઇ હતી. અને તેઓ કોંગ્રેસમાં પુનઃ જાડાયા હતા. રાજ્યસભાના સાંસદ નારણભાઇ રાઠવા, છોટાઉદેપુર ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ તેમને કોંગ્રેસનો ખેસ પહેરાવીને કોંગ્રેસમાં આવકાર્યા હતા.
કોંગ્રેસના સંમેલનમાં રાઠવા ત્રિપુટી પૈકીના રાજ્યસભાના સાંસદ અને માજી રેલમંત્રી નારણભાઇ રાઠવાએ લોકસભાના સાંસદ રામસિંહ રાઠવા ઉપર પણ આકરા પ્રહાર કર્યા હતા. અને તેમને રામના નામે પથરો તરીને દિલ્હી જતા રહેવાના છે. એમ પોતાના ભાષણમાં જણાવ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY