ટીસીએસ સામે અમેરિકાના કર્મચારી સાથે ભેદભાવના તમામ આરોપો કોર્ટે ફગાવ્યા

0
9

ચાર ભૂતપૂર્વ કર્મચારીઓએ ટીસીએસ સામે આરોપ લગાવતા કોર્ટમાં કેસ કર્યો હતો
ન્યુ દિલ્હી,તા.૨૯
ટાટા ગ્રુપની મુખ્ય કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (ટીસીએ)ને અમેરિકામાં મોટી રાહત મળી છે. કેલિફોર્નિયા કોર્ટે બુધવારે એ તમામ દાવાઓને ફગાવી દીધા, જેમાં ટીસીએસ સામે અપોઇન્ટમેન્ટમાં અમેરિકન વર્કર્સ સાથે ભેદભાવનો આરોપ લગાવ્યો હતો. ચાર ભૂતપૂર્વ કર્મચારીઓએ ટીસીએસ સામે આરોપ લગાવતા કોર્ટમાં કેસ કર્યો હતો.
અમેરિકામાં ટીસીએસના પક્ષમાં થયેલા નિર્ણયને ભારતીય આઉટસો‹સગ ઇન્ડસ્ટ્રી માટે મોટી રાહત ગણવામાં આવી રહી છે, જેનું બિઝનેસ મોડલ ઘણે અંશે અમેરિકામાં ભારતીય એન્જીનિયરોને મોકલીને કામ કરાવવા પર નિર્ભર કરે છે. ટીસીએસ પર આરોપ લગાવનાર કર્મચારીઓએ દાવો કર્યો હતો કે, તેઓને માત્ર એટલાં માટે કંપનીમાંથી કાઢી મુક્્યા, કારણ કે તેઓ નોન-સાઉથ એશિયન હતા.
ટીસીએસએ કોર્ટમાં જણાવ્યું કે, વર્ષ ૨૦૧૧થી અત્યાર સુધી ૧૨.૬ નોન-એશિયન કર્મચારીઓને બરતરફ કર્યા. જ્યારે નોકરીમાંથી કાઢી મુકનારા સાઉથ એશિયન કર્મચારીઓની સંખ્યા તેઓના કરતાં ૧ ટકા વધારે છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, અમેરિકામાં આ કોઇ ભારતીય આઇટી કંપની વિરૂદ્ધ નિયુક્તિમાં ભેદભાવનો પ્રથમ કેસ છે, જે કોર્ટમાં પહોંચ્યો છે. એચસીએલ ટેક્નોલોજી, ઇન્ફોસિસ અને વિપ્રો સામે પણ આવા આરોપ લગાવવામાં આવ્યા હતા, પરંતુ કોર્ટમાં ટ્રાયલ ચાલી નહતી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY