સાગબારા ના ટાંકણી ગામ પાસે લાગેલ સ્ટેચ્યુ નું પોસ્ટર ફાટતા મારામારી માં એક મહિલાની આબરૂ લેવા પ્રયાસ

0
412

પોસ્ટર ફાડવા બાબે થયેલી બોલાચાલી માં લાકડી અને હોકી વડે મારામારી માં વચ્ચે પડેલી મહિલા ના કપડાં ફાડી ઈજ્જત લેવા પ્રયાસ 

રાજપીપળા : નર્મદા જિલ્લા ના સાગબારા તાલુકા માં આવેલા નાની દેવરૂપણ ગામે સ્ટેચ્યુ ઓફ યુનિટી નું પોસ્ટર ફાડવા બાબતે બબાલ થતા ચાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઈ છે

નાની દેવરૂપણ ગામે રહેતા મંગલસિંહ દમણિયાભાઈ તડવી એ આપેલી ફરિયાદ મુજબ આરોપીઓએ ફરી.ને કહેલ કે ટાકણી ગામ પાસે લગાડેલ સ્ટેચ્યુ ઓફ યુનીટીનુ પોસ્ટર તમે લોકોએ ફાડી નાખેલ છે તેવો વહેમ રાખી ફરી ને ગમે તેમ ગાળો બોલી માર મારી ચાર આરોપી પૈકી અતુલ વસાવા એ ફરી ને બરડાના ભાગે લાકડીનો સપાટો મારી બીજા આરોપી ભાવેશ વસાવા એ ફરી. હોકીનો સપાટો મારવા ઉગામતા વંદનાબેન હાથ ઉચો કરતા તેના હાથે ઇજા પહોચાડી તથા બીજા બે આરોપી માં કાલુ કોઠારી અને અશ્વિન વસાવા એ ફરી. તથા સાહેદોને માર મારી ભાવેશ વસાવા એ વંદનાબેનના પહેરેલ કપડા સાધારણ ફાડી નાખી આબરૂ લેવાની કોશીષ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ગુનો કરવામા એક બીજાને મદદગારી કરતા આ મામલો સાગબારા પોલીસ માં પોંહચતા પોલીસે મંગલસીંગ દમણિયાભાઈ તડવી ની ફરિયાદ બાદ ચારેય આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY