અમિત શાહ ભગવાન નથી, ૫૦ વર્ષ ભાજપના શાસનની વાત અતિશયોક્તિ ભરીઃ એમએનએફ

0
8

ભાજપના નેતૃત્વ હેઠળના નેડાના સહયોગી ફ્રન્ટે શાહના ૫૦ વર્ષના શાસનના દાવાને ફગાવ્યો
ઐઝવલ,તા.૬
ઉત્તર પૂર્વ ભારતમાં ભાજપના નેતૃત્વ હેઠળના દ્ગઈડ્ઢછના સહયોગી મીઝો નેશનલ ફ્રન્ટે ભાજપ અધ્યક્ષ અમિત શાહના ૫૦ વર્ષ સુધી ભાજપના શાસનના દાવાને ફગાવી દીધો છે. એમએનએફના જણાવ્યા મુજબ અમિત શાહે ૨૦૧૯માં ભાજપ ફરી લોકસભા ચૂંટણી જીતીને સત્તા પર આવશે તો ૫૦ વર્ષ રાજ કરશે તેવો દાવો કર્યો છે તે અતિશયોક્તિ ભર્યો છે. આ અંગે એમએનએફે જણાવ્યું કે અમિત શાહ ભગવાન નથી.
મિઝોરમ સ્થિત મુખ્ય વિપક્ષ દળે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આગામી સમયમાં કેન્દ્રમાં કોંગ્રેસ અથવા યુપીએ સત્તા પર નહીં આવે. પૂર્વ મુખ્ય મંત્રી અને એમએનએફના વડા ઝોરમથાંગાએ જણાવ્યું કે ભાજપના હિન્દુત્વવાદી રાજકારણને લીધે તેમનો પક્ષ પહાડી વિસ્તારમાં ક્્યારેય ગઠબંધન કરી શકે નહીં.
‘મને શંકા છે. શાહ ભગવાન નથી. રાજકારણમાં તે ભવિષ્ય ભાખી શકે નહીં. મોદી પણ આમ કરી શકે નહીં,’ તેમ એમએનએફના વડાએ જણાવ્યું હતું. ઉત્તર પૂર્વના ટોચના રાજકીય નેતાના મતે આગામી ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ સત્તાપર પુનઃ આવશે નહીં અને કોંગ્રેસને કેટલા દાયકા સુધી સત્તાથી વિમુખ રહેવું પડશે તે અંગે કોઈ ભવિષ્યવાણી કરી શકે નહીં.
કોંગ્રેસ દાયકાઓ સુધી સત્તાથી દૂર રહેશે તેવું શાહ કહી શકે પરંતુ ભાજપ ૫૦ વર્ષ સુધી અથવા ૧૦૦ વર્ષ સુધી સત્તામાં રહેશે તે કહેવું અતિશયોક્તિ ગણાશે તેમ ઝોરમથાંગાએ વધુમાં જણાવ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY