મુંબઈ,તા.૬
સારા અલી ખાન ‘કેદારનાથ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. તેનું કહેવું છે કે, તેના નામ પહેલાં કે તેની ઓળખ બતાવતા પહેલાં તેના ફાધર સૈફ અલી ખાન અને મધર અમૃતા સિંઘનું નામ ન લેવામાં આવે. એટલું જ નહીં તેને સ્ટાર કિડ શબ્દ બિલકુલ પસંદ નથી. તે માને છે કે, તેની પોતાની એક ઓળખ છે, પરંતુ વારંવાર લોકો તેને સ્ટાર કિડ કહેતા હોવાથી તેની પોતાની ઓળખ દબાઈ જાય છે. તેણે અમારી સાથે તેની ફિલ્મ, કરિઅર અને સારું પરફોર્મ કરવા માટેના પ્રેશર વિશે વાત કરી હતી.
સારા કહે છે કે, ‘હું બાળપણથી એક્ટર બનવા ઇચ્છતી હતી. સ્ટડી કરીને પાછી ફરી તો મારાં આ સપનાં વિશે વધારે ગંભીર થઈ ગઈ. જ્યારે ગંભીરતા અને પ્રામાણિકતાથી વિચાર્યું ત્યારે પાક્કું નક્કી કર્યું કે, મારે ફિલ્મ્સમાં જ કામ કરવું છે. એ પછી એ રાહ જાતી હતી કે, કોઈ મને ફિલ્મમાં કામ કરવાની તક આપે. આ દરમિયાનમાં મને ‘કેદારનાથ’ મળી અને મારી કરિઅરની શરૂઆત થઈ. સામાન્ય રીતે લવસ્ટોરી ધરાવતી ફિલ્મથી એક્ટિંગની દુનિયામાં શરૂઆત કરવી સરળ રહેતી હોય છે એના વિશે સારા કહે છે કે, ‘અત્યારે કોઈ ચોક્કસ વિષય ફિલ્મની સફળતા માટે સેફ છે એમ કહી જ ન શકાય. પ્રામાણિકતા સૌથી વધુ જરૂરી છે. લવસ્ટોરી નહીં પરંતુ અમારી મહેનત અને પ્રામાણિકતાના લીધે ‘કેદારનાથ’ સેફ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






