લગ્નગાળાની સિઝન જામી : રાજકોટ મનપાના હોલ હાઉસફૂલ

0
71

રાજકોટ,તા.૬
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ૨૧ કોમ્યુનિટી હોલ બનાવવામાં આવ્યા છે અને લગ્નપ્રસંગ સહિતના પ્રસંગો માટે ફક્ત રૂ.૨૦૦૦થી ૪૦૦૦ના પ્રતિ દિવસ મુજબના ભાડે આપવામાં આવતાં હોય ગરીબો અને મધ્યમ વર્ગના શહેરીજનો માટે પ્રસંગો ઉકેલવા માટે આ કોમ્યુનિટી હોલ ખૂબ જ આશીવાર્દરૂપ સાબિત થઈ રહ્યા છે. દરમિયાન હાલમાં લગ્નગાળાની ધૂમ સિઝન હોય મહાપાલિકાની એસ્ટેટ શાખામાં કોમ્યુનિટી હોલનું બુકિંગ કરાવવા માટે અરજદારો પડાપડી બોલાવી રહ્યા છે. જા કે હવે ઓનલાઈન બુકિંગની પત્તી અમલી છે પરંતુ જે શહેરીજનોને ઓનલાઈન બુકિંગ કરતાં ફાવતું ન હોય તેઓ કચેરીમાં રૂબરૂ આવતાં હોય એસ્ટેટ બ્રાન્ચમાં ભારે ધસારો જાવા મળી રહ્યો છે.
વધુમાં એસ્ટેટ શાખાના સ્ટાફના વતુર્ળોના જણાવ્યા મુજબ ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધીના ત્રણ મહિનાના શુભ મુહૂર્તોમાં લગભગ તમામ હોલનું એડવાન્સ બુકિંગ થઈ ગયું છે. ફક્ત રૂ.૨૦૦૦થી ૪૦૦૦ના ભાડે હોલ આપવામાં આવતાં હોય મહાપાલિકાના કોમ્યુનિટી હોલની ભારે ડિમાન્ડ રહે છે. દરમિયાન તાજેતરમાં લગભગ તમામ કોમ્યુનિટી હોલનું રિનોવેશન કરી નાખવામાં આવ્યું હોય તેમજ દરેક હોલના રસોડામાં હાલ સુધી ગેસના બાટલા મારફતે રસોઈ કરવામાં આવતી હતી પરંતુ હવે ગેસલાઈન પણ નાખી આપવામાં આવી હોય બુકિંગ કરાવનારાઓની અનુકુળતા અને સુવિધામાં વધારો થયો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY