‘માથે પડ્યું એટલે ભાષણ આપતો થયો’ : અવસર નાકિયાનો વીડિયો વાયરલ

0
364

જસદણ,તા.૭
હાલમાં જસદણ પેટા ચૂંટણીનો ખરાખરીનો જંગ જામ્યો છે. ભાજપ તરફથી કુંવજી બાવળિયા મેદાને છે તો તેની સામે કોંગ્રેસે કુંવરજીભાઇને ચેલા ગણાતા અવસર નાકિયાને મેદાને ઉતાર્યા છે, જા કે હાલ સોશિયલ મીડિયા પર અવસર નાકિયાનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ કેટલાક ગંભીર આક્ષેપો કરી રહ્યાં છે.
મોબાઇલ વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે કોંગી ઉમેદવાર અવસર નાકિયા એક ખુરશી પર બેઠા છે અને ચર્ચા કરી રહ્યા છે. અવસર નાકિયા બોલી રહ્યાં છે કે આજ સુધી સાહેબે (કુંવરજી બાવળિયા) જે કીધું તે અમે કર્યું છે. અમે પાયાના માણસો છીએ. અમે ૩૬૦ દિવસ કામ કરનારા માણસો છીએ. અમે ક્યારે અમારો સ્વાર્થ નથી જાયો. તેમ છતા આટલો મોટો વિશ્વાસઘાત કર્યો. આ તો અમારા કોળી સમાજના કેટલાક જિલ્લા પંચાયતના સભ્યો મુર્ખા કહેવાય, ભાજપમાં જવું તો પૂરતી કિંમત તો લેવી જાઇતી હતી ને.
બીજી બાજુ વાયરલ વીડિયો પર કુંવરજી બાવળિયાએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે એને રાજકીય એકડો શીખવવાવાળો હું છું, જો એ સાબિત કરી આપે તો હું જાહેર જીવન છોડી દઇશ. આ બધી વાહિયાત વાતો છે, અઢી વર્ષમાં તેઓ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રહ્યાં છતા ૧૮ ગામમાં પણ નથી ગયા. તેઓ હાર ભાળી ગયા છે, એટલે આવી વાતો કરે છે. આ મતદારોને ભડકાવવાનો પ્રયાસ છે.
વધુમાં અવસર નાકિયાએ જણાવ્યું કે આજની તારીખમાં જા હું ભાજપમાં જાવ તો જસદણ કે વીછિયાની પબ્લિક મને ૨૫ મત પણ આપે એવી નથી. મારી તો આ બજી ટર્મ છે, આ તો સાહેબ(કુંવરજી બાવળિયા)ગયા એટલે બોલવા લાગ્યો. મેં કોઇ’દી ભાષણ કર્યું નથી કોઇ દી ઉભો નથી થયો. આ પ્રથમવાર છે. આ તો માથે પડ્યું એટલે. અમને સાહેબે કોઇદી ઉભા થવા જ નથી દીધા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY