ગુજરાત રિવાઈઝડ નેશનલ ટીબી કન્ટ્રોલના કર્મચારીઓ વિવિધ માંગો સાથે અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા

0
92

ભરૂચ :
ગુજરાત રિવાઈઝડ નેશનલ ટીબી કન્ટ્રોલના કર્મચારીઓ સાથે ભરૂચ જિલ્લા ક્ષયના ૨૯ કર્મચારીઓ પણ પોતાની વિવિધ માંગો સાથે અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે.ગુજરાત અને ભરૂચ જિલ્લાના કર્મચારીઓ દ્રારા ૧૭ વર્ષથી કરારબધ રીતે કામગીરી કરતા હોઈ અને હજુ પણ સરકાર દ્રારા તેમનું શોષણ થતું હોવાનું જણાવી જો આપના વડાપ્રધાનએ જાહેર કર્યું છેકે ૨૦૨૫ માં આખા ભારતમાંથી આપણે ટીબી નાબૂદ કરવાનું છે.જો આટલી ગંભીર રોગ માટે આપણા વડાપ્રધાન ચિંતિત હોય તો પાયા કર્મચારીઓનું જે શોષણ થઈ રહ્યું છે.જેવી માંગણીઓ લઈને તારીખ ૨૯/૩/૧૮ ના રોજ ભરૂચ જિલ્લાના ૨૯ કર્મચારીઓ એ પેન-ડ્રોપ હળતાલનું આયોજન કર્યું હતું.અને ઉપરી અધિકારીઓ ને જાણ કરી હતી.પરંતુ હજુ સુધી કોઈ પણ અધિકારીઓ દ્રારા કોઈ સરાત્મક જવાબ ના મળતાં ભરૂચ જિલ્લાના ૨૯ કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે.અને જો વહેલી તકે માંગણીઓ નહીં સ્વીકારાય તો આવતી કાલે ગાંધીનગર જઈને પ્રદર્શન કરવાની ચીમકી પણ કર્મચારીઓએ ઉચ્ચારી હતી.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY