મોદી સરકાર મલિશાયની રાહ પર….!!
ન્યુ દિલ્હી,તા.૮
દેશમાં સુરક્ષિત સંસ્થાગત પ્રસુતિને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર મલેશિયાની તર્જ પર ચાલવા જઈ રહી છે. આ હેઠળ પ્રસુતિ અને નવજાત શિશુઓની સારસંભાળ માટે નર્સોની એક અલગ નર્સ કમ મિડવાઈફરી કેડર બનાવવામાં આવશે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના વધારાના સચિવ મનોજ ઝાલાનીએ કહ્યું કે આ કેડરની નર્સોને પ્રસવ અને પ્રસવ બાદ માતા-બાળકની સારસંભાળ માટે દોઢ વર્ષની વિશેષ તાલીમ આપવામાં આવશે. આ તાલીમબુદ્ધ નર્સોને જિલ્લા હોસ્પિટલો અને સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રોમાં તૈનાત કરવામાં આવશે.
સિન્હાએ કહ્યું કે ૧૯૯૦થી અત્યારની તુલનામાં ભારતે માતૃ મૃત્યુ દર અને શિશુ મૃત્ય દરમાં ઘટાડો આવ્યો છે અને હજુ પણ તેમાં ઘટાડો લાવવાની જરૂર છે. તેમણે મલેશિયાનું ઉદાહરણ આપતાં કહ્યું કે ભારતમાં સૌથી ઓછો માતૃ મૃત્યુદર કેરળમાં છે. તેમણે કહ્યું કે મલેશિયામાં પ્રસુતિ બાદ માતા-બાળકની સારસંભાળનું કામ ખાસ કરીને તાલીમાર્થી નર્સ જ કરે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



