આૅપેકે તેલ ઉત્પાદનમાં રોજ ૧.૨ મિલિયન બેરલ કાપનો નિર્ણય કર્યો

0
17

ઓપેકે વધારી મોદી સરકારની મુશ્કેલી,પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી વધવાના અણસાર
વિએના,તા.૮
ઓપેકના સભ્યો અને ૧૦ અન્ય તેલ ઉત્પાદક દેશોની કાચા તેલના ઘટતી કિંમતો અટકાવાના ઉદ્દેશ્યથી તેલ ઉત્પાદનમાં રોજ ૧.૨ મિલિયન બેરલ કાપનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયને ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકાર માટે એક નવા સંકટના સંકેત તરીકે જાવામાં આવી રહ્યો છે. ઓપેક દેશોની વચ્ચે થયેલી સમજૂતી આમ તો પહેલી જાન્યુઆરથી અમલી થશે, પરંતુ પેટ્રોલની કિંમતો અત્યારથી વધવાની શરૂ થઈ ગઈ છે. ઓપેકના આ નિર્ણયના તરત કાચા તેલની કિંમતોમાં પાંચ ટકાનો ભારે ઉછાળો જાવા મળ્યો.
ભારત પોતાની જરૂરિયાતથી વધુ કાચું તેલ આયાત કરે છે. એવામાં કિંમતોમાં વધારાથી ભારતીય અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડી શકવાની આશંકા છે, જે મોદી સરકાર માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. દુનિયાભરમાં તેલ ઉત્પાદનનો અડધો ભાગ ઓપેક અને તેના સહોયોગી દેશો પાસેથી આવે છે. ઓપેકની યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં આ એક મત બન્યો કે તેલ ઉત્પાદન વધુ હોવાના કારણે છેલ્લા બે મહિનામાં કિંમતો ૩૦ ટકાથી વધુ ઘટી છે.
આંતરરાષ્ટીય બજારમાં તેલની કિંમતોમાં ઓક્ટોબરથી શરૂ થયેલો ઘટાડો ભારત માટે મોટી રાહતના સમાચાર સાબિત થઈ હતી, જ્યાં લોકો પેટ્રોલ-ડીઝલના રોજ વધતા ભાવથી ખૂબ પરેશાન હતા. કાચા તેલની કિંમતોમાં ઘટાડાને પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ શાસિત સરકારને પણ રાહત આપી હતી. જાકે, હવે કિંમતોમાં વધારાથી ફરી એકવાર એક્સાઇઝ ડ્યૂટીમાં કાપનું દબાણ બનશે.
ભારત દુનિયાનો ત્રીજા સૌથી મોટો તેલ આયાત કરતો દેશ છે, જે પોતાની જરૂરિયાતનું ૮૦ ટકા તેલ આયાત કરે છે. આજ કારણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી કેન્દ્ર સરકાર કાચા તેલની કિંમતો યોગ્ય સ્તરે રાખવા માટે ઓપેકથી સતત વાતચીત કરી રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY