જો આદેશનું પાલન ન થયું તો સરકારની અવગણના માનવામાં આવશે
શ્રીનગર,તા.૨૦
જમ્મુ-કાશ્મીર સરકારે રાજ્યનાં અધિકારીઓને ગણતંત્ર દિવસનાં અવસરે જમ્મુ યુનિવર્સિટી અને શેર-એ-કાશ્મીર સ્ટેડિમમાં યોજાનારા સમારોહમાં ફરજિયાત હાજર રહેવાનો આદેશ કર્યો છે. જા આદેશનું પાલન ન થયુ તો સરકારની અવણના રૂપે માનવામાં આવશે.
આ આદેશ ડેપ્યુટી સેક્રેટરી ચંદ્ર પ્રકાશે કર્યો છે. રાજ્ય સરકારનાં એક્ઝિક્યુટીવ સેક્રેટરી, વિભાગના વડા, મેનેજિંગ ડિરેક્ટર અને જાહેર સુધારાના કાર્યકારી ચીફનાં પ્રમુખ પણ ખાતરી આપશે કે તેમનાં હેઠળ કાર્યરત કર્મચારીઓ પણ સમારંભમાં હાજર રહેશે.
આ ઉપરાંત રાજ્યનાં વાહનવ્યવહાર નિગમ અને પ્રવાસન વિકાસ નિગમનાં અધિકારીઓને તમામ લોકોને કાર્યક્રમ સુધી પહોચાડવા માટે વાહનોની વ્યવસ્થા કરવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



