અલ્પેશ જ પોસ્ટર બોય, તેમના નેતૃત્વમાં પાટીદાર આંદોલન ચાલશેઃ હાર્દિક પટેલ

0
5

ભાજપ અમારાથી ડરી ગયું લાગે છેઃ હાર્દિક
સુરત,તા.૯
પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાની જેલમુક્તિ સમયે તેનું સ્વાગત કરવા હાર્દિક પટેલ લાજપોર જેલની બહાર પહોંચ્યો હતો. કથીરિયાનું સ્વાગત કર્યા બાદ હાર્દિકે જણાવ્યું હતું કે, અલ્પેશભાઈ જ પાટીદાર અનામત આંદોલનના નેતા છે, તેમના નેતૃત્વમાં જ પાટીદાર આંદોલન ચાલશે. અલ્પેશભાઈ અમારો મુખ્ય ચહેરો છે, તેઓ જે પ્રકારે આયોજન કરશે તે પ્રકારે ચાલીશું. જે નેતૃત્વને લોકો સ્વીકાર કરે તે નેતૃત્વમાં જ પાટીદાર આંદોલન ચાલશે.
રોડ શોને મંજૂરી ન મળવાને લઈ હાર્દિકે કહ્યું કે, જ્યારે અમિત શાહનો રોડ શો બંગાળની સીએમ મમતા બેનર્જી રદ કરે તો તેઓ એમ કહે છે કે બંગાળ સરકાર ભાજપથી ડરે છે. તો અમને પણ એવું લાગે છે કે અમારા રોડ શોને મંજૂરી ન આપતાં ભાજપ પણ અમારાથી ડરે છે. આંદોલનના ચહેરાઓને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે પરંતુ જે પણ અલ્પેશભાઈ કહેશે એ પ્રમાણે આગળ ચાલીશું. અમારા પોસ્ટર બોય અલ્પેશભાઈ છે આંદોલનને કયા સ્તરે લઈ જવું તે તેઓ જ નક્કી કરશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY