વિસનગર,તા.૯
પાટીદાર સમાજે પણ અલ્પેશનું નેતૃત્વ સ્વીકાર્યું છે. એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે પણ અલ્પેશના નેતૃત્વને આવકાર આપ્યો છે. તેમણે કહ્યું કે, અનામત આંદોલન ટીમનો કેપ્ટન બદલાયો છે. કેપ્ટન બદલાવાથી ટીમને નવો જુસ્સો મળશે. એસપી ગ્રુપ પણ અલ્પેશ કથીરિયાની ટીમ સાથે જાડાશે. તેમણે આ સાથે જ હાર્દિક પટેલે લોકોનો વિશ્વાસ ખોયાનો આરોપ કર્યો હતો. તેમણે કહ્યું કે, અલ્પેશ કથીરિયાએ લોકોનો વિશ્વાસ જીત્યો છે. હાર્દિક રાજકારણમાં જાડાશે તો સમાજ તેને ઉખાડશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





