ન્યુ દિલ્હી,તા.૯
આજે કોંગ્રેસના ભૂતપૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીનો ૭૨મો જન્મદિવસ છે. તેમના દિલ્હી ખાતેના નિવાસસ્થાન દશ જનપથની બહાર કોંગ્રેસના કાર્યકર્તાઓ સોનિયા ગાંધીને જન્મદિવસની શુભેચ્છા આપવા માટે પહોંચ્યા છે. મોટી સંખ્યામાં પહોંચેલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ સોનિયા ગાંધી ઝિંદાબાદના સૂત્રોચ્ચાર પણ પોકાર્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી સોનિયા ગાંધીને જન્મદિવસના અભિનંદન પાઠવ્યા છે. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને જણાવ્યુ છે કે શ્રીમતી સોનિયા ગાંધીને જન્મદિનની શુભેચ્છાઓ તેમની લાંબી ઉંમર અને સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરું છું.
તો કોંગ્રેસ પાર્ટીના ટ્વિટર હેન્ડલ પર પણ લખવામાં આવ્યું છે કે શ્રીમતી સોનિયા ગાંધી શક્તિ, ગરિમા, કરુણા અને અનુગ્રહનો અવતાર છે. તેઓ અમારી શક્તિ અને મોટા નેતા છે. તે વ્યક્તિને જન્મદિવસની મુબારકબાદ કે જેમણે મહિલાઓની શક્તિ, આપણા દેશની સંસ્કૃતિ અને આપણા દેશના લોકોની ક્ષમતાને ખુદમાં સમાહિત કરી છે.
મહત્વપૂર્ણ છે કે સોનિયા ગાંધીએ પતિ રાજીવ ગાંધીના અવસાનના ઘણાં વર્ષો બાદ રાજકારણમાં સક્રિય બન્યા અને કોંગ્રેસના અધ્યક્ષ પદે આવ્યા બાદ પાર્ટીને નવસંચારીત કરી હતી. સોનિયા ગાંધી કોંગ્રેસ પાર્ટીના ઈતિહાસમાં સૌથી લાંબો સમય સુધી રાષ્ટ્રીય અધ્યક્ષ પદે રહેનારા નેતા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




