એર એશિયાની એકમાત્ર બેંગલુરુ-સુરત ફ્લાઈટ બંધ થવાની શકીયતા

0
14

સુરત,તા.૧૦
સુરત શહેરમાં વિકસી અને વિસ્તરીત થઈ રહેલા એરપોર્ટ પર હવે ફ્લાઈટની સંખ્યા વધતાં ધમધમી રહ્યું છે. ઈન્ટરનેશનલ લેવલના એરપોર્ટની વિચારણા ચાલી રહી છે. ત્યારે એર એશિયા દ્વારા શરૂ કરવામાં આવેલી એકમાત્ર બેંગાલૂરુ-સુરત ફ્લાઈટ બંધ થઈ જવાની શકીયતા છે. કંપની દ્વારા બુકીંગ બંધ કરી દેવામાં આવ્યું છે. જા કે, આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
૧૫ જાન્યુઆરીથી સુરત-બેંગાલુરુ ફ્લાઇટનું બુકીંગ એરએશિયાએ બંધ કરી દીધું. એર એશિયા હાલપૂરતું સુરતથી પોતાનો કારભાર સમેટી લે એવી સંભાવના છે. એર એશિયા દ્વારા ચાલુ વર્ષે જ સુરતથી બેંગાલુરુની ફલાઇટ શરુ કરી હતી.
એર એશિયાના મેનેજમેન્ટમાં બદલાવ થતા સિંગલ ડેસ્ટિનેશન બંધ કરી એરક્રાફ્ટને પોતાના મલ્ટી ડેસ્ટિનેશનવાળા એરપોર્ટથી ઓપરેટ કરવાનું નક્કી કરવામાં આવ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.એર એશિયા દ્વારા સુરત ઉપરાંત નાગપુર અને અમૃતસરથી ઊડતી પોતાની ફલાઈટના પણ બુકીંગ બંધ કર્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY