રાફેલ,જીએસટી,નોટબંધી,મોંઘવારી,ખેડૂતના પ્રશ્ને વિપક્ષ સરકારને ઘેરશે
ન્યુ દિલ્હી,તા.૧૦
મંગળવારથી શરૂ થનાર સંસદના શિયાળુ સત્રમાં સરકાર જુદા જુદા મુદ્દાઓ વિરોધ પક્ષોના હુમલાની સાથે સાથે મંદિરના મુદ્દા પર પોતાના સાથી પક્ષો સામે ઝુઝશે. અયોધ્યામાં ભવ્ય રામ મંદિર માટે વીએચપીના આંદોલનમાં આરએસએસ પણ જાડાતા સરકાર માટે મુસીબતો વધી ગઇ છે. ભાજપ નેતાઓ નિર્ણય લેતા પહેલા વિધાનસભા ચુંટણીના પરિણામો અને લોકસભા ચુંટણીની તૈયારીઓ વચ્ચે મંદિર મુદ્દાની તાસીરને સમજવાનો પ્રયત્ન કરશે.
રામલીલા મેદાનમાં સંઘ અને વિશ્વ હિંદુ પરિષદે ભારે મેદની એકઠી કરીને સ્પષ્ટ કરી દીધું છે કે, મંદિર મુદ્દા પર તેઓ હજી પણ દેશને તૈયાર કરી શકે છે. જાકે આ આંદોલન પરોક્ષ રૂપે ચુંટણીમાં ભાજપાને મદદરૂપ જ થશે. પણ ભાજપાના નેતાઓને એ વાતની શંકા છે કે આના જવાબમાં વિરોધ પક્ષો એક બનીને તેમના માટે મુસીબત ન ઉભી કરે. સૂત્રો અનુસાર ચુંટણી પરિણામો જા ભાજપાની આશા અનુરૂપ આવશે તો સરકાર મંદિર મુદ્દે આગળ વધી શકે છે.
પણ જા ચુંટણી પરિણામોમાં ભાજપાને ઝાટકો લાગશે તો તે લોકસભા ચુંટણીમાં મજબૂત ગઠબંધનની સાથે જવા માટે બીજા વિકલ્પો પર પણ વિચાર કરશે. સૂત્રોએ કહ્યું કે, સંસદના સત્રમાં સરકાર પોતાના કામકાજ કરતા આવા મુદ્દાઓ પર વધારે ધ્યાન આપશે.
વિરોધ પક્ષોનું વલણ જાતા સંસદ બરાબર ચાલે તેવું લાગતું નથી. વિપક્ષો પણ અહીંથી જ પોતાના ભાવિ એજન્ડાને મજબૂત કરશે. એટલે ભાજપા મંદિરને ચુંટણીનું રૂપ આપવાનો પ્રયત્ન કરશે. કાયદો અને વટહુકમનો રસ્તો તેનો અંતિમ વિકલ્પ હશે. જા કે તે ત્યારે જ ઉપયોગ કરાશે. જ્યારે એવું નક્કી થઇ જશે કે તેનાથી ભાજપાને ચુંટણીમાં ફાયદો થશે.
સરકાર સંસદમાં મંદિર મુદ્દે વિપક્ષ ખાસ કરીને કોંગ્રેસનું વલણ જાણવાની કોશિષ કરશે અને તેની ‘હા’ કે ‘ના’ ને જનતામાં લઇ જશે. કોંગ્રેસની ‘હા’ ને ભાજપા પોતાનો એજન્ડા ગણાવશે અને ‘ના’ પાડે તો મંદિર નિર્માણના વિરોધનો દેકારો કોંગ્રેસ સામે બોલાવશે. તેનો પ્રયત્ન કોંગ્રેસના નરમ હિન્દુ કાર્ડને વીએચપીના પ્રખર હિન્દુત્વ કાર્ડ દ્વારા માત આપવાનો રહેશે.
આ સત્ર દરમિયાન રાફેલ, જીએસટી, નોટબંધી, ખેડૂતોના પ્રશ્નો, મોંઘવારી, રીઝર્વ બેંકના ડખ્ખા સહિતના પ્રશ્નો પણ ગરમાવો લાવશે એ નક્કી છે. આજે શાસક અને વિપક્ષ પોતાની રણનીતિ ઘડી રહ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



