પાણી મીટરનો વેરો નહીં ભરનાર ૮૮ મિલ્કતોના કનેકશન સીલ કરાયા

0
6

સુરત, તા.૧૧
પાણીના મીટરના કનેકશનનો ચાર્જ ભરવામાં આનાકાની કરતી બે રેસીડેન્સ કોમ્પ્લેક્ષ અને પાંડેસરા ખાતે આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડનું પાણીનું કનેકશન મનપા દ્વારા સીલ કરી દેવાયું હતું. આ સાથે આઠ મિલ્કતોમાંથી પાણીના મીટર કનેકશનના ચાર્જ પેટે ૪.૧૫ લાખ વસૂલ કરાયા હતા.
મનપાની ૨૪૭ પાણીની યોજના અંતર્ગત જે વિસ્તારમાં પાણી પુર પાડવામાં આવી રહ્નાં છે તે વિસ્તારના એપાર્ટમેન્ટો અને કોમર્શિયલ મિલ્કતોમાં મનપાએ પાણીનો ચાર્જ વસૂલ કરવા માટે મીટરો લગાડ્યા છે. આ મીટરના કનેકશનનો ચાર્જ કેટલાક લોકો ભરતા ન હોય તેમની સામે મનપા દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. આજ ઉધના ઝોને પાણી મીટરના કનેકશનનો ચાર્જ ભરવા માટે આનાકાની કરતી મારીયા અને સલીના રેસીડેન્સી સાથે પાંડેસરા ગુજરાત હાઉસિંગ બોર્ડના બ્લોક નં.૨૨૬નું પાણીનું કનેકશન સીલ કરી દીધું હતું. જ્યારે સિલ્વર પાર્ક, બાટલી બોય, ગુજરાત હાઉસિંગ બોર્ડ સહિતની મિલ્કતો પાસેથી ૪.૧૫ લાખ વહીવટી ચાર્જ વસૂલ કર્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY