વાગલધરાની હોસ્પિટલમાંથી ૫૯ વર્ષનો દર્દી લાપતા

0
6

વલસાડ, તા.૧૧
મહારાષ્ટ્ર જી. સાંગલી તા.ખાનાપુર રહે વીંટા, જેના વાસુબે રોડ હજારેમાના રહેવાસી ભગવાન શિવાજી ભીંગારદેવીને વલસાડ તાલુકાના વાગલધરા શ્રી સદગુરૂકૃપા બિલ્ડીંગ કેન્સર હોસ્પીટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવેલ હતો. જેઅો તા. ૦૬/૧૨/૨૦૧૮ ના રોજ હોસ્પીટલમાંથી કયાંક ચાલી ગયેલ છે. ગુમ થનારની ઉંમર ૫૯ વર્ષ, ઉંચાઇ પાંચ ફૂટ, શરીરે બલ્યુ કલરનો લાંબી બાંયનો શર્ટ તથા બ્લેક કલરનો પેન્ટપ પગમાં ચપ્પલ, માથાના વાળ કાળા, નાકની જમણી બાજુ નાક ઉપર મોટો મસો, ડાબી બાજુનો ગાલ ઉપર સોજા છે. તે મરાઠી અને હિન્દી ભાષા જાણે છે.ગુમ થનારની કોઇ જાણકારી મળે તો ડુંગરી પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા વિનંતી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY