ના હાર સે, ના જીત મેં, કિંચિત નહીં ભયભીત મેં, કર્તવ્ય પથ પર જા ભી મીલે, યે ભી સહી વો ભી સહી
ભોપાલ,તા.૧૨
ભોપાલમાં મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ પહેલીવાર મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ મીડિયાની સામે રૂબરૂ થયા. તેમણે જણાવ્યું કે, ‘હું સંખ્યાબળની આગળ માથું ઝુકાવું છું, હવે હું સરકાર બનાવવાનો દાવો રજૂ નહીં કરૂં’ બેથી ત્રણ મિનિટની પ્રેસ કોન્ફરન્સ બાદ શિવરાજસિંહ ચૌહાણ, રાજ્યપાલ આનંદીબેન પટેલને મળવા પહોંચ્યાં હતા. શિવરાજસિંહે ગવર્નરને રાજીનામું આપ્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં શાયરાના અંદાજમાં કહ્યું હતું કે, “ના હાર સે, ના જીત મેં, કિંચિત નહીં ભયભીત મેં, કર્તવ્ય પથ પર જા ભી મીલે, યે ભી સહી વો ભી સહી. ૧૫ વર્ષ સત્તામાં રહ્યાં બાદ સીએમ પદથી રાજીનામુ આપી દીધું. પ્રદેશમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બની છે તેને ૧૧૪ બેઠક મળી છે.
રાજ્યપાલને રાજીનામું સોપ્યા બાદ તેમણે કહ્યું કે, હું હવે આઝાદ છું, રાજ્યપાલને મળ્યા બાદ શિવરાજે કહ્યું કે, રાજીનામુ આપીને આવ્યો છું. પરાજયની જવાબદારી માત્ર મારી છે. તેમણે કહ્યું કે, પાર્ટીના કાર્યકરોએ વિજય માટે અથાક પ્રયત્ન કર્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



