હવે સરકારની ચોકીદારી કરીશ,૨૦૧૯ની તૈયારી કરીશુંઃ શિવરાજ સિંહ

0
21

૧૦ દિવસમાં ખેડૂતોનું દેવું માફ કરે કોંગ્રેસ,વિદાય ભાષણણાં ભાવુક થયા શિવરાજ
મુંબઈ,તા.૧૨
મધ્યપ્રદેશમાં હાર બાદ પોતાની પ્રથમ પ્રેસ કોન્ફરન્સમાં શિવરાજ સિંહ ચૌહાણ ખુબ જ ભાવુક જાવા મળ્યા. રાજીનામું આપ્યા બાદ પ્રેસ કોન્ફરન્સમાં ચૌહાણે હારની જવાબદારી પોતે લીધી. તેમણે કહ્યું કે અપેક્ષિત સફળતા મળી નથી. આ સાથે જ શિવરાજે એવું પણ કહ્યું કે, તેઓ વિપક્ષમાં મજબૂત ભૂમિકા અદા કરવા તૈયાર છે. શિવરાજે કહ્યું કે, આજથી મારી ચોકાદારી શરૂ. હવે અમે ૨૦૧૯ની તૈયારીમાં જાડાશે અને મોદીના નેતૃત્વમાં ફરીથી કેન્દ્રમાં સરકાર બનાવીશું.
શિવરાજે ભાવુક અંદાજમાં મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે,’જાણતા-અજાણતા મારા કોઇ કામથી, મારા શબ્દો, મારા કોઇ ભાવથી સાડા સાત કરોડ મારા મધ્યપ્રદેશશના ભાઇ-બહેનના મનમાં કષ્ટ થયુ તો હું ક્ષમાપાર્થી છું.
રાજીનામાં બાદ પ્રેસ કોન્ફરન્સમાં ચૌહાણે કહ્યું કે, તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન જનતાની ભલાઇ માટે કામ કર્યું . તેમણે કહ્યું કે, તેમનો સંપૂર્ણ પ્રયાસ રહ્યો કે, મધ્યપ્રદેશનો વિકાસ થાય. તેમણે આશા વ્યક્ત કરી કે, વિકાસની યોજનાઓ કોંગ્રેસ યથાવત રાખશે. તેમણે કહ્યું કે, તેઓ મજબૂત વિપક્ષની ભૂમિકા ભજવશે અને મારી ચોકાદારી આજથી શરૂ થશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY