કોસંબા પંચાયત કચેરીમાં માહિતી માટે આરટીઆઈ કરનાર પર તલવારથી હુમલો

0
9

સલીમ સૈયદને તલવાર મારી દેવાતા હોસ્પિટલમાં દાખલ કરાયડો
સુરત, તા. ૧૨
કોસંબા-તરસાડી ગામ જલારામ ચોકડી પાસે આરટીઆઈ એક્ટિવિસ્ટ પર લોખંડના પાઈપ તથા તલવાર વડે હુમલો કરી શરીરના ભાગે ગંભીર ઈજાઅો પહોંચાડી ફરાર થઈ ગયા હોવાનો બનાવ ૬ આરોપીઅો સામે કોસંબા પોલીસ મથકે નોંધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, માંગરોળ તાલુકાના કોસંબા સરકારી દવાખાના પાછળ પાણીની ટાંકી પાસે સલીમ ઉર્ફે અકરમ અબ્દુલ્લા સૈયદ અને માંગરોળ-તરસાડી ખાતે આવેલા પૂતળા પાસે નાસીર નઈમ શેખ, અશરફ ઉર્ફે બાબા ઈમ્તિયાઝ શેખ, રીયાઝ તલવાર, સમીર સાદીક મસ્તાન, અખ્ïતર હુશેન મંજૂર હુશેન કુરેશી તથા સાજીદ મલેક રહે છે. કોસંબા પંચાયત કચેરી ખાતે આરટીઆઈ એકટ મુજબ અરજીઅો કરી માહિતી મેળવતા હોવાનો વહેમ રાખી ઈસમોએ તરસાડી ચોકડીથી ઉટીયાદરા ગામ તરફથી પસાર થતા સલીમ સૈયદ પર તલવાર અને લોખંડના પાઈપ જેવા હથિયારો વડેડ હુમલો કરી શરીરના ભાગે ગંભીર ઈજાઅો પહોîચાડી ફરાર થઈ ગયા હતા. કોસંબા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY