ત્રણ રાજ્યોમાં કોગ્રેસનો વિજય થતા પલસાણા કોગ્રેસ દ્વારા વિજય ઉત્સવ

0
3

કડોદરા, તા.૧૨
પાંચ રાજ્યોની ચૂંટણીમાં મોટા ત્રણ રાજ્યો મધ્યપ્રદેશ રાજસ્થાન અને છત્તીસગઢમાં કોîગ્રેસે બહુમતી હાસલ કરી હતી. તેની ખુશીમાં પલસાણા અને કડોદરા કોગ્રેસના કાર્યકરોએ કડોદરામાં મીઠાઈ વહેચી ફટાકડા ફોડી ઢોલ નગારા સાથે વિજય ઉત્સવ મનાવ્યો હતો.
આ તકે કોîગ્રેસના નેતાઅોએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ લોકતંત્રની જીત છે. ખેડૂતો અને સામાન્ય વ્યક્તિની જીત છે. ભાજપ અહંકારમાં હતું પ્રજાએ ચાર જ વર્ષમાં બતાવી દીધું છે કે પ્રજા સર્વોપરી છે. પલસાણા તાલુકા અને કડોદરામાં કોગ્રેસના કાર્યકરોએ ફટાકડા ફોડી મીઠાઈ વહેચી ઢોલ નગારા સાથે ખુશી વ્યક્ત કરી હતી. જેમાં પલસાણા તાલુકા કોગ્રેસ પ્રમુખ ભરતભાઈ નાયક, કડોદરા નગર કોગ્રેસ પ્રમુખ ભગવાનસિંહ પઢિયાર, જિલ્લા કોગ્રેસ મહામંત્રી અજયસિંહ દેવધરા, વેપારી સેલના કોગ્રેસ પ્રમુખ જીગ્ïનેશભાઈ મોદી, આઈટી સેલના નિલકેશભાઈ મોરી, ઉકાભાઈ રાઠોડ, વિરોધ પક્ષના નેતા દેવેન્દ્રભાઈ પટેલ, અઝીમખાન નગર સેવક આનંદ પાટીલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો જાડાયા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY