નર્મદા ના MPHW ભરતી કૌભાંડ બાદ જુના છુટાકરાયેલા અનુભવી કર્મચારી ને પુનઃ લેવા માંગ 

0
309

મેરીટ ના આધારે આ બોગસ ડીગ્રી વાળા ને લઇ લેતા સાચી ડીગ્રી ધરાવતા અનુભવી કર્મચારી ઓને છુટા કરવામાં આવ્યા હતા.

રાજપીપળા : સમગ્ર ગુજરાતમાં હાલ સરકારી નોકરીઓમાં ચાલી રહેલ ભરતી કૌભાંડોમાં વધુ એક ભરતી વિવાદ સામે આવ્યો છે.રાજયનાં આરોગ્ય વિભાગમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની ભરતીમાં રાજ્ય બહારની માનવ ભરતી યુનિવર્સિટી,સોલન-હિમાચલ પ્રદેશ, વિનાયક મિશન યુનિવર્સિટી,સાલેમ ,તામિલનાડુ, ઓ.પી.જે.એસ. યુનિવર્સિટી, ચુરૂ- રાજસ્થાન. યુનીવર્સીટી અને કોલેજોમાં અભ્યાસ વિના જ બોગસ સર્ટીફિકેટનાં આધારે હજારો ઉમેદવારોની ભરતી બાદ હાલ તમામની ભરતી રદ્દ કરવાની કાર્યવાહી ચાલુ હોય ત્યારે નર્મદા જીલ્લામાં 13 ઉમેદવારોએ નોકરી મેળવી લીધી જેમની પર હાલ જિલ્લા વિકાસ અધિકારી પગલાં લેવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે આ રેલો આવવાથી વર્ષોથી MPHW ની ફરજ બજાવતા સાચા કર્મચારીઓ ને છુટા કરવામાં આવ્યા હતા માટે એ કર્મચારીઓ ને પુનઃ લેવા માંગ ઉઠી છે

મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની ભરતી વર્ષ 2014 થી 2017 સુધી માં જીલ્લાની પંચાયત સેવા પસંદગી સમીતી તરફથી કરવામાં આવી હતી. જે અંગેની પરીક્ષા લેવામાં આવી હતી જેમાં રાજ્ય બહારની ડિગ્રી મેળવી આવેલા ઉમેદવારો આ પરીક્ષા પાસ કરી ભરતી થઇ ગયા, જેમાં જુના જે વર્ષોથી નોકરી કરતા હતા તેમને નોકરી ગુમાવી પડી હતી, જેથી તેઓ એ કોર્ટના દ્વાર ખખડાવ્યા અને ત્યારે કોર્ટે આ કર્મચારીઓ ને સમાવી લેવા નો પણ હુકમ કર્યો હતો પરંતુ જે ભરતી માં ભ્રસ્ટાચાર થયો હોય ત્યાં કોણ કોની વાત સાંભળે ારે આ બહાર ની ુનિર્વસિટી ના પ્રમાણપત્ર ને કોઈએ ના જોયા હવે જેમની ત્રણ ચાર વર્ષ ની નોકરી થઇ ગઈ ત્યારે તંત્ર એ એમની તપાસ કરવા સૂચના આપી તેનો શું મતલબ આમ છતાં જયારે આ કૌમ્ભાન્ડ બહાર આવ્યું છે ત્યારે જો આ જગ્યા પર ફરી ભરતી કરે એના કરતા જિલ્લા પંચાયત પાસે હવે જે ઉમેદવારોનો સમાવેશ પ્રતિક્ષા યાદીમાં હતી તેમને બોગસ સર્ટીફિકેટ વાળા ઉમેદવારોની જગ્યાએ સમાવેશ કરવામાં આવે એવી માંગ ઉઠી છે.

બોક્ષ : અમારા જેવા જુના અનુભવી ને ફરી લેવા જોઈએ : એક પૂર્વ કર્મચારી  

આ બાબતે એક પૂર્વ કર્મચારી એવા વાવડીના પંકજ પટેલે જણાવ્યું હતું કે નર્મદા ના આરોગ્ય કેન્દ્રમાં MPHW ની જગ્યા એ હું નોકરી કરતો હતો પણ એક ભરતી પ્રક્રિયા લાવી જેતે સમયે આધિકારીઓ એ અમે અનુભવી હોવા છતાં અમને છુટા કરી આ બહાર ની ડિગ્રી વાળા ને ભરતી કર્યા જોકે તે વખતે કોઈએ જોયુ નહિ, અને જોયું હશે તોય ચલાવી લેવાયું જેથી અમે કોર્ટ ના દ્વાર ખખડાવ્યા કોર્ટે અમને પરત લેવાનો હુકમ કર્યો છતાં કોઈએ અમારી વાત સાંભળી નહિ, પરંતુ હાલ જયારે આ સમગ્ર પ્રકરણ બહાર આવ્યું છે ત્યારે જો નવી ભરતી કરો એના કરતા અમારા જેવા સાચા અને અનુભવી ની ભરતી કરો તો એવી આધિકારીઓ ને વિનંતી કરીએ છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY