માતાએ પુત્રીને મોતને ઘાટ ઉતારી પોતે આત્મહત્યા કરતા હાહાકાર

0
13

સુરત,તા.૧૦
બારડોલીમાં માતાએ પુત્રીને મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતે પણ ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પતિ રાત્રે નોકરી પર ગયો હતો અને પાછળથી ઘટના બનતા શોકનો માહોલ છવાયો છે. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
માતાએ પુત્રીને મોતને ઘાટ ઉતારી આત્મહત્યા કરી લીધાની ઘટના અંગે પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે આર્થિક તંગીના કારણે માતાએ આકરું પગલું કરી લીધું હોવાની આંશકા વ્યક્ત કરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY