આગમાં હિરાનું મટીરીયલ, ફર્નિચર અને એસી ભસ્મીભૂત
સુરત, તા. ૧૨
ગત રાત્રે કતારગામ ગોતાલાવાડી ખાતે આવેલ ધર્માનંદન ડાયમંડની અોફિસરમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા માલ સામાન અને અોફિસને મોટું નુકસાન થયું હતું જ્યારે અન્ય કોઈપણ પ્રકારની જાનહાનિ કે ઈજા થઈ ન હતી.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગત રાત્રે દસેક વાગ્યાના સુમારે કતારગામ ગોતાલાવાડી ટેનામેન્ટ ખાતે આવેલ સાંઈબાબા મંદિર પાછળ ધર્માનંદન ડાયમંડના બીજા માળે આગ લાગી હતી. બનાવની જાણ થતા જ ફાયરની ટીમ ઘટના સ્થળે રવાના થઇ હતી. બીજા માળે લાગેલી આગથી અોફિસમાં રાખેલ હિરાનુંં મટેરિયલ, ફર્નિચર, ખુર્શી, એસીï, વોલ સિલિંગ, વાયરીંગને નુકસાન થયું છે. આ ઉપરાંત અન્ય કોઈ કર્મચારીને જાનહાનિ કે ઈજા નથી શોર્ટ સર્કિટથી આગ લાગીછ હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળ્યું છે. કારખાના માલિક સમીર દિનેશ બાદશાહના જણાવ્યા અનુસાર આગથી અોફિસ મોટુ નુકસાન થયું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



