મેહસાણા ના કડી પોલીસ સ્ટેશન ના પી આઈ અને જી આર ડી જવાન ને અમદાવાદ ગ્રામ્ય એ સી બી એ 25 હજાર રૂપિયા ની લાંચ લેતા ઝડપી લેતા પોલીસ બેડા માં ભારે ચકચાર મચી જવા પામી છે
પ્રાપ્ત માહીતી મુજબ એક જાગૃત ફરીયાદીના ભાઇને પ્રોહી. નાં ગુન્હામા હાજર કરવા અને નહી મારવા માટે કડી પોલીસ સ્ટેશન ના પી આઈ પી એસ ગઢવી એ ફરિયાદી પાસે રૂપિયા ૨૫,૦૦૦/- ની માંગણી ત્યારે આ જાગૃત ફરીયાદી લાંચ આપવા માગતા નાં હોય , ફરીયાદી એ એસીબી મા ફરીયાદ કરતા આજરોજ લાંચ નું છટકુ ગોઠવતા રુ ૨૫,૦૦૦ રોકડા પી આઈ ગઢવી વતી ત્યાંના જી આર ડી જવાન પરાગ વિષ્ણુભાઈ પટેલે સ્વીકારતા એ સી બી ના છટકા માં બંને વિરુદ્ધ ગુનો દાખલ થતા પોલીસ વિભાગ માં આવા લાંચિયા અધિકારીઓ માં ફફડાટ ફેલાયો હતો
આ ગુના માં ટ્રેપ કરનાર અધિકારી વી જે જાડેજા,એ સી પો.સ્ટે.અમદાવાદ ગ્રામ્ય તથા તેમની ટિમ જયારે સુપરવિઝન અધિકારી તરીકે મદદનીસ નિયામક એ સી બી અમદાવાદ ના કે બી ચુડાસમા દ્વારા છટકું ગોઠવાતા સમગ્ર મામલા માં પોલીસ ખાતા ના લાંચિયા પી આઈ અને જી આર ડી જવાન રંગે હાથ ઝડપાઇ ગયા હતા .
પ્રતિનિધિ,કડી
દિનેશભાઇ
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




