ભરૂચ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાનાએ જીલ્લામાં ડ્રગ્સના વેચાણ બાબતેની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સુચના આપેલ તે અનુસંધાને એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સપેકટર પી.એન.પટેલ નાઓને મળેલ બાતમી આધારે તા.૧૪/૧૨/૨૦૧૮ ના રોજ નેત્રંગ પો.સટે.ના ઇન્ચાર્જ પો.સ.ઇ. બી.એસ.ગામીત નાઓની સાથે નેત્રંગ ચોકડી પર અંકલેશ્વર તરફ જવાના રોડ પર વોચમાં રહી (૧) ઇમરાનહુસેન ઇબ્રાહીમભાઇ મલેક ઉ.વ. ૩૫ રહે. ધોળકા મામલતદાર કચેરી પાછળ મફતીયાપુરા તા.ધોળકા જી. અમદાવાદ (૨)ફીરોજ રહીમખાન પઠાણ (મણીયાર) ઉ.વ.૪૦ રહે. નવાબની ચાલ સરકારી ગોડાઉન પાછળ બુધાલલની ચાલીમાં, શાહ આલમ વિસ્તાર અમદાવાદનાઓને (૧) ગાંજો ફુલ ૧૮ કિલો ૧૩૦ ગ્રામ કિ.રૂ.૧,૨૬,૯૧૦/- (૨) વિવો કંપનીનો મોબાઇલ ફોન-૧, કિ.રૂ.૫૦૦૦/- (૩) રોકડા રૂ.૧૧૬૦/- મળી કુલ કિ.રૂ. ૧,૩૩,૦૭૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરી ઉપરોક્ત બન્ને આરોપીઓની સામે નેત્રંગ પો.સ્ટે.ઇન્ચાર્જ પો.સ.ઇ.બી.એસ. ગામીતનાઓની ફરીયાદ આધારે નેત્રંગ પો.સ્ટે. ॥-૬૬/૨૦૧૮, નાર્કોટીકસ એકટ કલમ – ૮(સી), ૨૦(બી),૨૯ મુજબ બન્ને આરોપીઓ સામે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. જે ગુનાની આગળની તપાસ પો.સ.ઇન્સ. ગામીત નેત્રંગ પો.સ્ટે. નાઓ કરી રહેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





