સ્ટેચ્યુ ઓફ યુનિટી પર અણઘડ વહીવટ ના કારણે વારંવાર પ્રવાસીયો ધક્કે ચઢતા માથાકૂટ 

0
62

અમને અમારા પૈસા પાછા આપો:સ્ટેચ્યુ ઓફ યુનિટી પર અમદાવાદના 300 પ્રવાસીઓએ હોબાળો 

સવારે 8 વાગે આવેલા અમદાવાદના પ્રવાસીઓને બપોરે એક વાગે વ્યુઇંગ ગેલેરી પર જવાનો સમય આપ્યો હતો,બપોરે 3:30 વાગ્યા સુધી પણ એમનો નંબર ન લાગતા અકળાયા અને હોબાળો મચાવ્યો.

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર મેનેજમેન્ટનો અભાવ હોવાનો પ્રવાસીઓનો આક્ષેપ,સ્પેશિયલ સિક્યુરિટી માટે મુકેલા પોલીસ જવાનો પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં દેખાયા જ નહીં.

રાજપીપળા:પીએમ મોદીએ કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યા બાદ ત્યાં રોજે રોજ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે.દરમિયાન અનેક વાર વ્યુઇંગ ગેલેરી પર જવા માટેની લિફ્ટ ખોટકતા પ્રવાસીઓએ પોતાની ટિકિટના પૈસા રીફન્ડ લેવા હોબાળો પણ મચાવ્યો હોવાની ઘટના બનતી હતી.રવિવારે પણ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ ત્યાં આવ્યા હતા,એમાના અમદાવાદથી આવેલા પ્રવાસીઓને વ્યુઇંગ ગેલેરી સુધી જવામાં 7-7 કલાક રાહ જોવડાવતા તેઓ અકળાયા હતા અને પૈસા રીફન્ડ માટે હોબાળો મચાવ્યો હતો.

રવિવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા અમદાવાદથી આવેલા 300 જેવા  પ્રવાસીઓ સવારે 8 વાગે  એમણે ટિકિટ લીધી ત્યારે વ્યુઇંગ ગેલેરી પર જવા માે તેમને ત્યાંથી બપોરે 1 વાગ્યાનો સમય આપ્યો હતો.સમય પ્રમાણે એ તમામ પ્રવાસીઓ 1 વાગે હાજર થઈ ત્યાં ગયા પણ 3:30 વાગ્યા સુધી પણ એમનો નમ્બર ન આવતા તેઓ અકળાયા હતા અને “અમારે નથી જવું વ્યુઇંગ ગેલેરી પર અમને અમારા પૈસા રીફન્ડ આપો”એવી જીદ પર અડી ગયા બાદ હોબાળો મચાવતા મામલો ગરમાયો હતો.ત્યારે ત્યાં હાજર કર્મચારીઓ રીતસરના ગભરાયા હતા.નવાઈની વાત તો એ છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સ્પેશિયલ સુરક્ષા માટે મુકેલા પોલીસ પૈકીના એક પણ પોલીસ જવાન ત્યાં નજરે પડતા ન હતા.જોકે આ મામલાની નર્મદા પોલીસ કયુઆરટી વિભાગના પીએસઆઈ કે.કે.પાઠકને માહિતી મળતા તેઓએ તુરંત ત્યાં આવી પ્રવાસીઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો.લગભગ 1 કલાકની સમજાવટ બાદ પ્રવાસીઓને વારા ફરથી વ્યુઇંગ ગેલેરી સુધી જવા દેવાતા મામલો થાળે પડ્યો હતો.ત્યારે અમદાવાદના પ્રવાસીઓએ આક્ષેપ લગાવતા જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર મેનેજમેન્ટનો નો અણગઢ વહીવટ છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ખાવા-પીવાની વસ્તુ પણ ઘણી મોંઘી મળે છે,અમે જ્યારે ખાવા-પીવાની વસ્તુઓ બહાર લેવા માટે જતા હતા ત્યારે અમુક સિક્યુરિટી વાળાઓએ અમને રોક્યા હતા.ત્યારે આવા અણગઢ વહીવટ માં મોટો સુધારો થવો જોઈએ.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY